વડોદરા માં વૃદાવન ચાર રસ્તા પાસે સુમનદીપ કોલેજ ની બસે એક્ટિવા ચાલક વિદ્યાર્થી ને અડફેટે લીધો,
વડોદરા માં વૃદાવન ચાર રસ્તા પાસે સુમનદીપ કોલેજ ની બસે એક્ટિવા ચાલક વિદ્યાર્થી ને અડફેટે લીધો,
વડોદરા શહેરના વઘોડિયા રોડ વૃદાવન ચાર રસ્તા પાસે આજે સવારે સુમનદીપ કોલેજની બસે એક્ટિવા ચાલક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો જેમાં પારૂલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં એક્ટિવા બસની નીચે ઘૂસી ગઇ હતી અને એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે સદભાગ્યે એક્ટિવા સવાર વિદ્યાર્થીનો આબાદ બચાવ થયો હતો.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યાઓ અને તેના કારણે થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં મોટાં મોટાં અને ખાનગી વાહનો બેફામ દોડી રહ્યા છે તેમના પર અંકુશ જ નથી તેનું કારણ ક્યાંક ને ક્યાંક પોલીસ, ટ્રાફિક પોલીસની કેટલીક નિતીઓ જવાબદાર હોઇ શકે છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખાનગી છકડાઓ તથા વાન સહિતની ગાડીઓ છેક પાણીગેટથી વાઘોડિયા ગામ સુધી બેફામ રીતે માતેલા સાંઢની જેમ દોડે છે અને વારંવાર અકસ્માતો સર્જે છે, ત્યારે બે દિવસ પોલીસ અને ટ્રાફિક શાખા કાર્યવાહી બતાવે છે ત્યારબાદ સ્થિત જૈસે થે વૈસી, પાણીગેટ પોલીસ સ્ટેશન તથા પાણીગેટ શાક માર્કેટ સામે આવેલ પોલીસ સ્ટેશન કે જ્યાં આ ખાનગી વાહનોનું મુખ્ય સ્ટેન્ડ છે.
આજે સવારે વૃંદાવન ચાર રસ્તા થી બાપોદજકાતનાકા વચ્ચે સુમનદીપ વિધ્યાપીઠ જતી બસે એક એક્ટિવા સવાર છોકરાને અડફેટમાં લીધો હતો આ અકસ્માત એટલો તો ભયંકર હતો કે એક્ટિવા બસની આગળના ભાગે આખું અંદર દબાઇ ગયું હતું જો કે સદનસીબે એક્ટિવા સવાર ને નજીવી ઇજાઓ થઇ હતી.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે, વડોદરા શહેરના વાઘડિયા રોડ ઉપર આવેલી 128, શાંતિનિકેતન સોસાયટીમાં રિષી વિશ્વજીતભાઇ પટેલ(19) પરિવાર સાથે રહે છે. અને વાઘડિયા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આજે સવારે એક્ટિવા લઇને કોલેજમાં જઇ રહ્યો હતો. દરમિયાન આ ઘટના બની હતી. વિદ્યાર્થી એક્ટિવા ઉપરથી કૂદી જતા બચાવ થયો હતો
નૈતિક સમાચાર (NS NEWS)