સાંપ્રદાયિક સદભાવના પ્રાર્થના સંદેશ નો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સરક્ષણ બ્યુરો દ્વારા યોજવામાં આવ્યો,
સાંપ્રદાયિક સદભાવના પ્રાર્થના સંદેશ નો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સરક્ષણ બ્યુરો દ્વારા યોજવામાં આવ્યો,
આજ રોજ વડોદરા ની પદમલા પ્રાથમિક શાળા માં
સાંપ્રદાયિક સદભાવના પ્રાર્થના સંદેશ ને પ્રાથમિક શાળા ના બાળકો ને સમજાવવા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સરક્ષણ બ્યુરો ના દીપકસિંહ વીરપુરા અને ફિરોજ મેમન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
વિદ્યાર્થીઓ ની સાથે મળી ને કોમી એક્તા ના વિચારોથી
વિદ્યાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમ માં શાળા ના બાળકો સાથે શાળા ના શિક્ષકો પણ જોડાયા હતા,
કોમી એકતા માં પ્લે કાર્ડ માં “એક બનો નેક બનો દેશ પ્રેમી બનો” , “જાત પાત કે બંધન છોડો ભારત જોડો ભારત જોડો” , “જોડ શકે જો સબકો ઉસકા નામ હૈ એકતા” આવા અનેક કોમી એકતા ના અનેક સુત્રો સાથે ભાઈચારો અને દરેક સમાજમાં સહાનુભૂતિ બની રહે તેવો સંદેશ આપવા આંતરરાષ્ટ્રીય માનવાઆધિકાર સંરક્ષણ બ્યુરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, સાથે આજે એક સમાજમાં પણ અલગ અલગ જુથવાદો ઉભા થયા છે,લોકો રાજકિય દાવપેચના શિકાર બની રહ્યા છે,જેથી સાચી જાગરુતતા લાવવાનો અનોખો પ્રયાસ સાથે લોકો માં કોમી એક્તા લાવવાનો સારો પ્રયાસ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો,
વધુ માં અવારનવાર અનેક સામાજિક અને દેશ હિત ના કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, ગામડાની છેવાળા ની પ્રાથમિક શાળાઓ માં સંસ્થા દ્વારા ગણવેશ નું વિતરણ સાથે સમાજ લક્ષી અનેક કાર્યો કરવામાં આવે છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)