ગુજરાત

દશરથ નેશનલ હાઇવે નં 8 ના બ્રિજ પાસે દશરથ ITI ના વિદ્યાર્થી ને નડ્યો અકસ્માત, માથા ના ભાગે ગંભીર ઇજા,

દશરથ નેશનલ હાઇવે નં 8 ના બ્રિજ પાસે દશરથ ITI ના વિદ્યાર્થી ને નડ્યો અકસ્માત, માથા ના ભાગે ગંભીર ઇજા,

વડોદરા શહેર તરફ થી પુર ઝડપે આવી સ્પોર્ટ મોટર સાઇકલ લઈને જઈ રહેલ યુવાને દશરથ ITI ના વિદ્યાર્થી ને અડફેટે લીધો હતો, મોટર સાઇકલ ની સ્પીડ એટલી હતી કે એક રોડ ઉપર થી ડીવાઇડર કૂદીને બીજા રોડ ઉપર જતી રહી હતી, ધડાકાભેર મોટર સાઇકલ ચાલાક ITI વિદ્યાર્થી સાથે અથડાતા વિદ્યાર્થીના માંથા ના ભાગ માં ગંભીર ઇજા પોહચી હતી, વિધાર્થીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને નજીક ના હોસ્પિટલ મોકલી આપેલ, વિદ્યાર્થી રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો, અકસ્માત પગલે બાઇક સવાર ની પણ ગંભીર ઇજાઓ પોહચી હતી, વધુ માં સ્થાનિકો અને દશરથ ITI ના વિદ્યાર્થીઓ દ્વારા શોર્ટ કટ માં પોહચવા નેશનલ હાઇવે નં 8 ના દશરથ અને રનોલી ના બ્રિજની વચ્ચે થી ને કોઈ સલામતી ધ્યાન માં રાખ્યા વગર હાઇવે રોડ ક્રોસ કરવામાં આવે છે, જે અકસ્માત ને આવકારવા જેવું કામ છે,
છેલ્લા એક અઠવાડીયા માં દુમાડ થી વાસદ નેશનલ હાઇવે નં 8 ઉપર આશરે 5 જેટલા નાના મોટા અકસ્માતો સર્જાયા છે,
નેશનલ હાઇવે નં 8 ઉપર અકસ્માત ના વધતા જતા બનાવ પગલે હાઇવે ઓર્થોરિટી દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવ્યા,

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button