ગુજરાત

21.80 લાખ ની છેતરપિંડી કેસમાં બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી

21.80 લાખ ની છેતરપિંડી કેસમાં બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી

21.80 લાખની છેતરપિંડીના કેસમાં પોલીસે બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ કરી 21.80 લાખની છેતરપિંડીના કેસમાં વારસીયા પોલીસે બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની વાપીમાંથી ધરપકડ કરી છે. અને પોલીસે પ્રશાંત ઉપાધ્યાયની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પ્રશાંત ઉપાધ્યાયે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારસીયા પોલીસે ટીમો બનાવીને પ્રશાંત ઉપાધ્યાયની શોધખોળ હાથ ધરી હતી.
વાપી અને ચીખલી વચ્ચે આવેલ રીચા રેસ્ટોરન્ટ ખાતેથી કરવામાં આવી ધરપકડ કરી, પોલીસે પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની વાપીમાંથી ધરપકડ કરી છે.ઘણા સમય થી નાસતો ફરતો હતો પ્રશાંત ઉપાધ્યાય, પ્રશાંત ઉપાધ્યાય ઉર્ફે ગુરુજી વડોદરાથી મુંબઈ, મુંબઈ થી પુના અને પછી વાપી ચિખલી વચ્ચે નાસતા ફરતા હતા, ઘણા બધા કૃત્યો પરથી પરદો ઊંચકાય તેવી સંભાવના

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button