ગુજરાત

દશરથ ગામ ના હાઇવે નીચે નાળા માથી પ્રસાર થઈ રહેલ કન્ટેઇનર ઊંધું પડ્યું,

દશરથ ગામ ના હાઇવે નીચે નાળા માથી પ્રસાર થઈ રહેલ કન્ટેઇનર ઊંધું પડ્યું,

નેશનલ હાઇવે નંબર 48 (NH8) પાસે આવેલ દશરથ ગામ માં હાઇવે ક્રોસ કરવા માટે એક નાળુ બનાવમાં આવેલ છે, આ બ્રિજ નીચે નાળા માંથી ગ્રામજનો અને આજુબાજુના લોકો પોતાના નાના વાહનો લઈને અવરજવર કરતા હોય છે, દશરથ ગામ ની આજુબાજુમાં કેટલાક ઉદ્યોગો અને કારખાનાઓ અને વેરહાઉસો આવેલા છે, જેના પગલે આમાંથી નીકળતા કોમર્શિયલ ભારદારી વાહનો આ હાઇવે બ્રિજ નીચેના નાળા નો ઉપયોગ કરીને અવરજવર કરતા હોય છે, જેના લીધે ગ્રામજનો અને સ્થાનિકો ને અકસ્માત નો ભય રહે છે, અને સાથે સાથે ટ્રાફિક જામ પણ સર્જાય છે, અવારનવાર સામાજિક કાર્યકર્તા ની રજુઆત પગલે એક વખત હાઇવે ઓર્થોરિટી દ્વારા બ્રિજ ની બંને બાજુ નાળા નીચે લોખંડ ની એંગલો લગાવી દીધી હતી, જેથી ભારદારી વાહનો ની અવરજવર માં અંકુશ લાવી શકાય, પરંતુ કેટલાક માથાભારે તત્વો દ્વારા આ એંગલ ને તોડી નાખવામાં આવી છે, જેથી ભારદારી વાહનો ની અવરજવર પાછી ચાલુ થઈ ગઈ છે,
ગત રાત્રી ના સમયે એક કસ્ટમ વેરહાઉસ નું કન્ટેઇનર બ્રિજ ના નાળા નીચેથી પુરઝડપે નીકળતા કન્ટેઇનર બ્રિજ ની ઉપર અડી જતા કન્ટેનર ટ્રેલર માંથી ધડાકાભેર નીચે પડ્યું હતું,
જો કે મોડી રાત્રે સ્થાનિકો ની અવરજવર ના હોવાના લીધે મોટી જાનહાની ટળી હતી, કન્ટેઇનર ને ક્રેન દ્વારા સહીસલામત ટ્રેલર માં ચડાવી દેવામાં આવ્યું હતું, ઘટના ની જાણ થતાં હાઇવે ઓર્થોરિટી ના કર્મચારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા, અને સાથે સાથનીકો સાથે ચર્ચા કરી ભારદારી વાહનો ની પ્રવેશ બંધી માટે લોખંડ ની એંગલ લગાવવાની બાંહેધરી આપી હતી, હવે જોવાનું એ રહે છે કે ક્યાર સુધી આ ભારદારી વાહનો ની પ્રવેશ બંધી બંધ થશે

વધુ માં દશરથ ગામ હાઇવે ની પાસેજ આવેલું છે અને તેની આજુ બાજુના ઉદ્યોગો, અને કારખાના અને ગોડાઉન ના ટ્રાન્સપોર્ટરો દ્વારા ભારદારી વાહનો દશરથ બ્રિજ ના નાના નાળા માંથી નીકળતા નાળુ ઉપર ના ભાગે ઘસાઈ ગયું છે, અને સ્થાનિકો ના કહેવા મુજબ સાંજે 5 વાગ્યા ની આસપાસ સ્કૂલ ના બાળકો અને કંપની ના કર્મચારીઓ ની અવરજવર નાળા માંથી વધારે સંખ્યા માં હોય છે, જેથી ભારદારી વાહન આવે તો અકસ્માત નો ભય રહે છે,

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button