ગુજરાત

ઇન્ટરનેટના માધ્યમથી ચાલતા આંતર રાજય હાઇ પ્રોફાઇલ સેકસ રેકેટના ઉપરા ઉ૫રી બે દરોડા પાડી કોલગર્લ સપ્લાયરોની ધરપકડ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.

ઇન્ટરનેટના માધ્યમથી ચાલતા આંતર રાજય હાઇ પ્રોફાઇલ સેકસ રેકેટના ઉપરા ઉ૫રી બે દરોડા પાડી કોલગર્લ સપ્લાયરોની ધરપકડ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.

માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબની સુચનાથી એસ.ઓ.જી.ને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ શોધવા સુચના આપેલ તેના આધારે એસ.ઓ.જી. દવારા તા.૨૯/૦૨/૨૦ ના રોજ ઓનલાઇન આંતર રાજય હાઇ પ્રોફાઇલ સેકસ રેકેટ કેટલાક ઇસમો ચલાવતા હોય Highest Standard Call Girls Escort Service Vadodara તથા oklute વેબસાઇટ ઉ૫રથી કોઇપણ વ્યકિત કોલ કરીને તેને મનપસંદ યુવતીને બોલાવી શકે તેવુ સર્ચીંગ દરમ્યાન જાણવા મળેલ હોય પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી, એસ.ઓ.જી. નાઓના અંગત બાતમીદાર થકી વેબસાઇટ ચેક કરી વોટસઅપના માધ્યમથી દેહવિક્રયનો ધંધો કરતા એજન્ટનો કોન્ટેકટ કરી હોટલ સગુન રેસીડેન્સી તથા અર્થ કોમ્પ્લેક્ષ, ફલેટ નં.૨૦૨ અક્ષર ચોક જે.પી.રોડ ખાતે રેઇડ કરતા કુલ-૦૬ એજન્ટો તથા કુલ-૦૪ કોલગર્લને ઝડપી પાડેલ.

કુલ-૦૬ એજન્ટોની ધરપકડ કરી તેઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૪૩,૦૦૦/- તથા એક એકટીવા કિ.રૂ.૫૦,૦૦૦/- તથા કોન્ડમ કિ.રૂ.૧૧૦/- મળી કુલ્લે કિ.રૂ.૯૩,૧૧૦/- નો મુદામાલ કબ્જે

પકડેલ આરોપીના નામ સરનામા
રેઇડ (૧) માં પકડાયેલ આરોપીઓ (૧) નિતીન દિનેશભાઇ વાળા રહે.ચિતલગામ, હરીજનવાસ, કાલવા ચોક તા.જી.અમરેલી (ર) સંદિપકુમાર શ્રીવિનોદકુમાર કુમાર રહે.૯૬૦, ગલી નં.૧૧, કપાસ હેરા, મલીકપુર કોહી ઉર્ફે રંગપુરી, દક્ષિણ- પશ્ચિમ દિલ્હી (૩) અર્જનસીંગ દેવીસીંગ રાજપુત રહે.૧૪/૨, રીંગણી ખેડા ગામ, સિંગાર ચોરી-૯૩, તા.જી.સાજાપુર મધ્યપ્રદેશ તથા વોન્ટેડ અરવિંદ શર્મા ઉર્ફે પારસ શર્મા રહે.પઠાણ કોટ, પંજાબ તથા બે કોલગર્લ.

રેઇડ નં.(ર) માં પકડાયેલ આરોપીઓ (૧) ચીરાગ રમેશભાઇ દુધાત (૫ટેલ) રહે.મ.નં.૭, શિવશકિતનગર સોસાયટી, ઇન્ડીયા કોલોની રોડ, બાપુનગર અમદાવાદ હાલ રહે.પીટી/૨, રમેશ્વર એપાર્ટમેન્ટ, ડી.આર.એમ.સ્કુલ સામે, દિવાળીપુરા વડોદરા (ર) સંજયકુમાર ડાહયાભાઇ ચક્રવર્તી રહે.ખરોડ ગામ, તા.વિરપુર જી.મહીસાગર (૩) વિનોદભાઇ નાગજીભાઇ પટેલ રહે.૭, જય દ્રારકેશ એપાર્ટમેન્ટ શાક માર્કેટ પાસે, પુણાગામ, તા.જી.સુરત તથા બે કોલગર્લ.

*આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદામાલ*
મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ.૪૩,૦૦૦/- તથા એક એકટીવા કિ.રૂ.૫૦,૦૦૦/- તથા કોન્ડમ કિ.રૂ.૧૧૦/- મળી કુલ્લે કિ.રૂ.૯૩,૧૧૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Highest Standard Call Girls Escort Service Vadodara નામની વેબસાઇટમાં oklute તથા skokka નામની વેબસાઇટ ચલાવી તેના ઉ૫ર જરૂરીયાતમંદ ગ્રાહકો સર્ચીંગ દરમ્યાન એક મોબાઇલ નંબર ઉ૫ર ફોન કરવા અને વોટસઅપ દવારા કોમ્યુનીકેશન કરવા ઓનલાઇન હાઇ પ્રોફાઇલ દેહ વ્યાપારની દલાલી કરતા ઇસમો સામેથી સ્વરૂપવાન યુવતીઓના ફોટા વોટસઅપ મોકલી આપતા હતા અને યુવતી દીઠ એક પ્રોગ્રામના રૂ.૬૦૦૦/- તથા નાઇટના રૂ.૧૫,૦૦૦/-નો ભાવ નકકી કરતા હતા.

નોંધાયેલ ગુનાઓની વિગત
(૧) ગોત્રી પો.સ્ટે.સે.ગુ.ર.નં.૧૭/૨૦૨૦ તથા (ર) જે.પી.રોડ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૮/૨૦૨૦ ધી ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્સન એકટની કલમ ૪,૫,૬,૭ મુજબ બે ગુના નોંધવામાં આવેલ છે.

સારી કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓ*
એમ.આર.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, વી.બી.આલ, સે.પો.ઇન્સ., પો.સ.ઇ.એ.એસ.શુકલ, એ.એસ.આઇ. અબ્દુલરજજાક ઉસ્માનભાઇ, હે.કો. હેમરાજસિંહ ઇન્દ્રસિંહ, હે.કો. ઉમેશ ગંગારામ, હે.કો. ભરતભાઇ શામળભાઇ,હે.કો. કમાલુદીન હબીબમીયાં, હે.કો.હેમત તુકારામ, પો.કો.અમરસિંહ ગોરધનસિંહ, પો.કો. પૃથ્વીરાજસિહ અજમલસિહ, પો.કો.જયકિશન સોમાજી, પો.કો. આશીષપુરી મનસુખપુરી, પો.કો. અનુપ ટેકબહાદુર, એલ.આર.ડી.પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ વુ.એલ.આર.ડી. હેમલતાબેન નરેશભાઇ, વુ.એલ.આર.ડી. પ્રિતીબેન જુવાનસિંહ નાઓએ આંતરરાજય સેકસ રેકેટનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

આ સેકસ રેકેટના સર્ચીંગ તથા પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે આ હાઇ પ્રોફાઇલ સેકટ રેકેટ ચલાવનાર ઇસમો સ્વરૂપવાન યુવતીઓને કોન્ટ્રાકટ ઉ૫ર રાખી ખાવા પીવા તથા રહેવાની વ્યવસ્થા કરતા હોવાનું પ્રકાશમાં આવેલ છે. પકડાયેલ યુવતીઓમાં ત્રણ પરપ્રાંતની તથા એક ગુજરાતની છે. આ હાઇ પ્રોફાઇલ સેકસ રેકેટના તાર કયાં સુધી ફેલાયેલ છે તેની વધુ તપાસ એસ.ઓ.જી. વડોદરા શહેર દવારા હાથ ધરવામાં આવેલ છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button