ગુજરાત

નસવાડી પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી વિદેશી શરાબ લઈ જતી લકઝરયસ કાર સાથે ૫,૪૧,૭૮૫ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ 

નસવાડી પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી વિદેશી શરાબ લઈ જતી લકઝરયસ કાર સાથે ૫,૪૧,૭૮૫ના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ

ગુજરાત રાજ્યના ડી.જી.પી.ની સુચના અનુસાર પ્રોહીબીશન ડ્રાઇવ રાખવામા આવેલ હોઇ જે સંદર્ભે અજય ચુડાસમા વડોદરા રેંજ આઇ.જી. તેમજ છોટા ઉદેપુર પોલીસ વડા એમ. એસ. ભાભોર નાયબ પોલીસ અધિક્ષક ઍ. વી. કાટકટ ના સંકલનમાં રહી નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા તથા દારુબંધીના કાયદાનો કડક અમલ કરાવવા સારૂ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીગ કરી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા હેતુ આજરોજ વહેલી સવારે નસવાડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી.ભરવાડ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ક્વાંટ રોડ તરફથી એક લાલ કલરની વોક્સ વેગન વેનતો કાર કેટલો પરપ્રાંતિય વિદેશી શરાબનો જથ્થો ભરી નસવાડી થઈ પસાર થવાની છે જેવી હકીક્ત બાતમીના આધારે કલેડીયા ચૉક્ડી નજીક આનંદ્પુરી ગામની સીમ રોડ ઉપર નાકાબંધી કરતા સદર બાતમી હકીક્ત વાળી લાલ કલરની કાર આવતા જેને ઉભી રખાવવાનો પ્રયત્ન કરતા ગાડીના ચાલકે પુરપાટ ગાડી ભગાવતા પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી સદર ગાડીને રોકી તલાશી લેતા સદર ગાડીમા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ૧૯ પેટી તેમજ છુટ્ટી બોટલો નંગ ૪૨ મળી કૂલ ૭૦૨ બોટલ જેની કીમત ૧,૪૧,૭૮૫ રૂપિયાનો જથ્થો તેમજ વોક્સ વેગન વેનતો કાર જી. જે. ૦૩ DJ ૨૯૩૭ ની કિમત ૪,૦૦૦૦૦ રુપિયા મળી કૂલ ૫,૪૧,૭૮૫ ના મુદ્દામાલ સાથે આરોપી કાર ચાલક સાહીદભાઇ સુલતાનભાઇ ઠાકોર ઉ વર્ષ ૨૨ રે, કારેલીબાગ, રોશન નગરને પકડી પાડી બુટલેગર ની શોધખોળ શરૂ કરી છે

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button