ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગાયબ થયેલા વડોદરાના પરિવારના 4 મૃતદેહ કેનાલમાંથી મળ્યા, 1 લાપતા!

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ગાયબ થયેલા વડોદરાના પરિવારના 4 મૃતદેહ કેનાલમાંથી મળ્યા, 1 લાપતા!

 

વડોદરાનો પરિવાર ગુમ થયાના મામલે કેનાલમાંથી કાર મળ્યા બાદ ચાર સભ્યોનો મૃતદેહ પણ મળી આવ્યો છે. પત્ની તૃપ્તિ બેન લાપતા હોવાથી ફાયર વિભાગ દ્વારા તેઓની શોધ ખોળ ચાલુ રાખી હતી, ડભોઈ પાસેના શંકરપુરા ગામે પાસે નર્મદાની માઈનોર કેનાલમાં પોલીસને આજે સવારે એક સફેદ કલરની અલ્ટો કાર મળી આવી હતી. પોલીસે આ કારને ક્રેઈનની મદદથી બહાર કાઢીને તપાસ ધરતાં તેમાંથી કલ્પેશભાઈ, માતા ઉષાબેન અને બે બાળકો નિયતી અને અથર્વનો મૃતદેહ મળ્યો હતો. જો કે તૃપ્તિબેન નો કોઈ પત્તો મળ્યો નહતો,કાર કેનાલમાં કેવી રીતે ડૂબી એની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા બાદ ગુમ થયેલા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે. વડોદરાના નવાપુરા વણકારવાસમાં રહેતા કલ્પેશભાઈ પરમાર અને તેમનો પરિવાર અલ્ટો ગાર લઈને ગત્ તારીખ 1 માર્ચના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા હતા. આ પિકનિકમાં કલ્પેશભાઈ સાથે પત્ની તૃપ્તીબેન, માતા ઉષાબેન, બે બાળકો નિયતી અને અથર્વ પણ સાથે હતા.
કેવડીયા સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોઈને કલ્પેશભાઈએ ઘરે ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ પિકનિક ખતમ કરીને સાંજે ઘરે આવે છે. જોકે સાંજ સુધીમાં કલ્પેશભાઈ ઘરે ન આવતા વડોદરા સ્થિત પરિવારે સંબંધીઓને ત્યાં તાપસ કરી હતી. ત્યાં પણ કલ્પેશભાઈનો કોઈ પત્તો ન લાગતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસને પ્રાથમિક તપાસમાં પરિવારના કોઈ સગડ મળ્યા નહોતા. ચાર-ચાર દિવસ વીતી જવા છતાં કોઈ લોકેશન ન મળતાં વડોદરાનો પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો. દરમિયાન પોલીસે તપાસમાં વડોદરા તરફના તમામ સીસીટીવી તપાસ્યા હતા. જેમાં ગુરુડેશ્વર પાસેની એક હોટલમાં કલ્પેશભાઈ પરિવાર સાથે જમવા રોકાયાના ફૂટેજ મળ્યા હતા. જ્યારે પોલીસને કલ્પેશભાઈના મોબાઈલનું છેલ્લું લોકેશન ડભોઈ સ્થિત તેન તળાવ પાસે મળ્યું હતું.લોકેશનના આધારે પોલીસે તળાવ પાસેની નર્મદા કેનાલમાં પાણી બંધ કરાવી પરિવારની શોધખોળ આદરી હતી. દરમિયાન આજે ગુરૂવાર સવારે ડભોઈના શંકરપુરા ગામે પાસે નર્મદાની માઈનોર કેનાલમાં ડૂબેલી એક સફેદ રંગની કાર જોવા મળી હતી.પોલીસ ફાયર બ્રિગેડ અને તરવૈયાની મદદથી તપાસ આગળ વધારી હતી. કારને ક્રેઈનની મદદથી બહાર કાઢીને તપાસ ધરતાં તેમાંથી કલ્પેશભાઈ, માતા ઉષાબેન અને બે બાળકો નિયતી અને અથર્વનો મૃતદેહ મળ્યો હતો.પત્ની તૃપ્તીબેન નો મોડી સાંજ સુધી પત્તો કોઈ પત્તો મળ્યો નહતો.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button