રનોલી હાઇવે તાપી હોટેલ પાસે આવેલા તળાવ માં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા માછલીઓ નું મોત !
રનોલી હાઇવે તાપી હોટેલ પાસે આવેલા તળાવ માં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા માછલીઓ નું મોત !
રનોલી તળાવ માં ફરી વેસ્ટ કેમિકલ યુક્ત પાણી છોડાયું સ્થાનિક પોલીસ અને GPCB ની આંખો માં ધૂળ નાખતા કેમિકલ માફિયાઓ !
રનોલી હાઇવે પાસે આવેલ તળાવ માં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા કેટલીય માછલીઓ નું મોત નીપજ્યું હતું,
અવારનવાર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ને પર્યાવરણ બચાવો જમીન બચાવો દ્વારા ફરિયાદો કરતા છતાં રનોલી હાઇવે પાસે આવેલ તળાવ માં વેસ્ટ કેમિકલ યુક્ત પાણી કેમિકલ માફિયા દ્વારા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને સ્થાનિક પોલીસ ની આંખો માં ધૂળ નાખી વેસ્ટ કેમિકલ યુક્ત પાણી નો તળાવ માં નિકાલ કરતા હોવાનું દેખાઈ આવ્યું છે, ભૂતકાળ માં પણ વેસ્ટ કેમિકલ યુક્ત પાણી આ તળાવ માં છોડાતું હોવાની ઘટના બની હતી,
રનોલી હાઇવે તળાવ માં વેસ્ટ કેમિકલ યુક્ત પાણી તળાવ માં છોટાયેલું હોવાથી તળાવ ની માછલીઓ નું મોત નીપજ્યું હતું, આ ઘટના ની જાણ થતાં પર્યાવરણ પ્રેમી દીપકસિંહ વીરપુરા ઘટના સ્થળે પોહચી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ માં જાણ કરી હતી તેથી GPCB ના અધિકારી ઘટના સ્થળે આવી ચકાસણી કરી હતી, અને તળાવ નું પાણી સેમ્પલ માં ભરી કયું કેમિકલ હતું તે ચકાસણી કરવા લઈ ગયા હતા, સવાલ એ ઉભો થાય છે કે વેસ્ટ કેમિકલ યુક્ત પાણી તળાવ માં છોડવાથી આટલી બધી માછલીઓ મરી ગઈ જો કોઈ માનવ જાત ને નુકશાન થયું હોત તો એની જવાબદારી કોણ લેત??
અને વેસ્ટ કેમિકલ યુક્ત પાણી કેટલું જોખમી હશે??
શુ GPCB ચોક્કસ તપાસ કરી ગુનેગારો ઉપર કાયદેસર ની કાર્યવાહી કરશે???
વધુ માં મળતી માહિતી આધારે વડોદરા તાલુકા માં આવેલી કેમિકલ કંપનીઓ માંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા વેસ્ટ કેમિકલ યુક્ત પાણી સીધું ડ્રેનેજ કરવા કોઈ ચોક્કસ ટ્રાન્સપોર્ટર અને બાયર નો સંપર્ક સાધવામાં આવે છે અને આ ટ્રાન્સપોર્ટરો દ્વારા કંપનીઓ માંથી વેસ્ટ કેમિકલ યુક્ત પાણી ડુપ્લીકેટ રોડ પૂરતું બિલ બનાવીને કોઈ અવારી જગ્યા એ ખાલી કરી દેવામાં આવતું હોય છે!! આ જોખમી વેસ્ટ કેમિકલ યુક્ત પાણી ભરીને ટેન્કરો રનોલી વિસ્તાર માં જ ઉભી રાખવામાં આવતી માહિતી પણ સૂત્રો પાસેથી મળેલ છે,
સ્થાનિક માડતીયાઓ અને કેટલાક માથાભારે તત્વો દ્વારા આ વેસ્ટ કેમિકલ યુક્ત પાણી સીધું નદી નાળા કે તળાવ માં છોડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું હોય તેવી વિગતો પ્રસરી છે,
વધુ માં પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા એ જણાવ્યું હતું કે કેટલીય કંપનીઓ માથી જોખમી વેસ્ટ કેમિકલ યુક્ત પાણી ભરીને ટેન્કરો
આ વિસ્તાર માં મુકવામાં આવે છે અને રાત્રી ના સમયે આ ટેન્કરો ડ્રેનેજ કરવામાં આવે છે, જોખમી વેસ્ટ કેમિકલનો ખુલ્લા માં ડ્રેનેજ કરવામાં રનોલી માં ધંધા કરતા કેટલાક મળતીયાનો પણ સપોર્ટ હોઈ શકે , અને સાથે સાથે આ જોખમી વેસ્ટ કેમિકલ કંપનીઓ માંથી ભરાવવા અમદાવાદ વિસ્તાર ની ટિમ સક્રિય હોવાની વિગતો પણ આવી રહી હોવાનું જણાવ્યું,
નૈતિક સમાચાર (NS NEWS)