વડોદરા સેન્ટ્રલ જેલ માં દીકરા સમાં ભત્રીજા ને લેવા કાકા અમદાવાદ થી સાઈકલ લઈને પોહચ્યા ! ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ દ્વારા પોતાની ગાડી માં કાકા-ભત્રીજા ને અમદાવાદ પોહચાડ્યા !
વડોદરા સેન્ટ્રલ જેલ માં દીકરા સમાં ભત્રીજા ને લેવા કાકા અમદાવાદ થી સાઈકલ લઈને પોહચ્યા ! ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ દ્વારા પોતાની ગાડી માં કાકા-ભત્રીજા ને અમદાવાદ પોહચાડ્યા !
દેશ માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે તેવામાં જેલ વિભાવ ના કાચા કામના અને પકાકામના કેદીઓ ને પેરોલ જામીન ઉપર મુક્ત કરવાના આદેશ થી કામગીરી અંતર્ગત વડોદરા સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા અમદાવાદના હિરાપુર ગામના વૃદ્ધને ફોન કરીને જણાવાયું હતું કે, તેઓ 500 રૂપિયા ભરીને જેલમાં રહેલાં તેમના ભત્રીજાને લઈ જાય . જેને પગલે આજરોજ વૃદ્ધ સાઈકલ લઈને વડોદરા પહોંચ્યા હતાં , જોકે જેલ સત્તાવાળાઓએ ઓર્ડર કેન્સલ થઈ ગયો હોવાથી હવે ભત્રીજાને છોડાશે નહીં તેવો ઉડાઉ જવાબ આપતાં વૃદ્ધ અટવાયા હતાં.આ ઘટના ની જાણ વડોદરા મીડિયા અને સામાજિક કાર્યકર્તા ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ ને મળતા વડોદરા મીડિયા અને સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ દ્વારા સરકારી તંત્રને અપીલ કરી કે માનવતાવાદી વલણ દાખવી, આ કપરાં સંજોગોમાં વૃદ્ધને શક્ય એટલી તમામ મદદ કરી વૃધ્ધ ને ન્યાય મળે,
કાકા ભત્રીજા ને અમદાવાદ થી વડોદરા લેવા માટે સાઈલક લઈને પૈસા ના હોવાથી પોતાનું ટી.વી. પાડોશીને ત્યાં ગીરવે મુકી રૂપિયા ની વ્યવસ્થા કરી વડોદરા આવી પોહચ્યા હતા, જેલ તંત્ર દ્વારા ઉડાઉં જવાબ આપવામાં આવ્યો હતો કે, તમે આટલાં દિવસ ના આવ્યા, હવે ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. આવો જવાબ સાંભળીને કાકા મુંઝાન માં મુકાઈ ગયાં હતાં સાથે સાથે એ પણ ચિંતા સતાઈ રહી હતી કે હવે સાઈલકલ લઈને ભત્રીજા ને લીધા વગર કઈ રીતે ઘરે જઈશ!
અમદાવાદ થી સાઇકલ લઈને આવેલ કાકા ની વાહરે વડોદરા ની મીડિયા અને સામાજિક કાર્યકર્તા ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ મદદે આવ્યા હતા, સામાજિક કાર્યકર્તા અને મીડિયા દ્વારા ઉચ્ચ કક્ષા એ રજુઆત કરવામાં આવી હતી, ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ દ્વારા આ કાકા ને લઈને કલેકટર કચેરીએ જઈ રજુઆત કરવામાં આવી હતી કે કાકા ના દીકરા સમાં ભત્રીજા ને છોડવામાં આવે! સાથે સાથે ACP મેઘા મેડમ દ્વારા પણ ટિમ રિવોલ્યુશન ની મદદ કરવામાં આવી હતી, વડોદરા ના કલેકટર શ્રીમતી શાલીની અગ્રવાલ દ્વારા રજુઆત નો હકારાત્મક જવાબ મળ્યો હતો,
ઉચ્ચ સ્તરે રજુઆત પોહચ્યા પછી જેલ તંત્ર દ્વારા કાયદેસર ની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી , કાકા ના ભત્રીજા ને જેલ માંથી મુક્ત કરતા કાકા ભત્રીજા ના મેળાપ માં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, આખરે રાત્રે અમદાવાદ થી સાઇકલ લઈને આવેલા કાકા નું ભત્રીજા સાથે મિલન થયું,
(કાકા સાથે ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ)
કાકા ભત્રીજા ને રાત્રે સાઇકલ લઈને અમદાવાદ ના જવું પડે એ માટે ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ અને નીરવ ભાઈ દ્વારા કાકા-ભત્રીજા જમાડી ને તેઓની ગાડી માં બેસાડી અમદાવાદ ના હીરાપુર ગામે સહીસલામત મૂકી આવ્યા હતા,
વડોદરા ની જનતા ની અનેક સમસ્યા માટે સતત સચ્ચાઈ માટે લડાઈ આપી રહેલી ટિમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ દ્વારા આ માનવતા નું કામ કરી વડોદરા વાસીઓ સાથે સાથે ગુજરાત ના અનેક લોકો નું દિલ જીતી લીધું છે
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)