તબલીગી જમાતના પરિણામે કેસમાં એકાએક વધારો થયો , કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પણ કબૂલાત
તબલીગી જમાતના પરિણામે કેસમાં એકાએક વધારો થયો , કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પણ કબૂલાત
દિલ્હી પોલીસ દ્વારા વારંવારની ચેતવણી બાદ પણ તબલીગી જમાતના કઠોર અને જિદ્દી વલણથી હવે દેશ સામે મોટી આફત આવી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના ૩૮૮ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. આમાંથી ૧૬૪ કેસ સીધીરીતે દિલ્હીના નિઝામુદ્દીન મર્કજમાં તબલીગી ગતિવિધિમાં ભાગ લેવા માટે પહોંચેલા લોકો સાથે સંબંધિત છે. હજુ અનેક સેમ્પલોના રિપોર્ટ આવ્યા નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. કોરોનાની ગતિ પણ વધી રહી છે. ૩૯ લોકોના મોત થઇ ચુક્યા છે. વધુ ત્રણ લોકોના મોત થઇ ચુક્યા છે. ૧૩૨ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. મંત્રાલયના કહેવા મુજબ કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો તબલીગી જમાતના લોકોના ઇન્ફેક્શનના કારણે થયો છે. જમ્મુ કાશ્મીરમાં ૨૩, તેલંગાણામાં ૨૦, આંધ્રપ્રદેશમાં ૧૭, આંદામાન નિકોબારમાં નવ નવા કેસ જમાત સાથે જાડાયેલા સપાટી ઉપર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે આજે પત્રકાર પરિષધ યોજીને આંકડાકીય માહિતી પુરી પાડી હતી. તમિળનાડુમાંથી ૬૫, દિલ્હીમાંથી ૧૮ અને પોન્ડીચેરીમાંથી બે નવા કેસ તબલીગી જમાત સાથે જાડાયેલા મળ્યા છે. આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આજે માહિતી આપતા કહ્યં હતું કે, દિલ્હીમાં જમાત સાથે જાડાયેલા ૧૮૦૦ લોકોને નવ જુદી જુદી હોÂસ્પટલ અને ક્વોરનટાઈનમાં રાખવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં જે નવા કેસ આવ્યા છે તે છેલ્લા કેટલાક દિવસથી જે ટ્રેન્ડ છે તેના કરતા અલગ દેખાઈ આવ્યા છે. મંત્રાલયે લોકોને લોકડાઉનના ગાળા દરમિયાન કોઇપણ ધાર્મિક કાર્યક્રમ અને સોશિયલ ધાર્મિક કાર્યક્રમથી દૂર રહેવા માટે સલાહ આપી છે. તમામ નિયમોને કઠોરરીતે પાળવા માટે કહેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, ભારતીય રેલવે દ્વારા ૩.૨ લાખ આઈસોલેશન અને ક્વોરનટાઈન બેડ બનાવવાની કામગીરી હાથ ધરી છે. આના માટે ૨૦૦૦૦ હજાર કોસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૫૦૦૦ કોચમાં મોડીફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આનાથી ૮૦૦૦૦ નવા બેડ ઉપલબ્ધ થશે. કોરોના સામેની લડાઈ જારદારરીતે લડવામાં આવી રહી છે. દિન પ્રતિદિન એક પછી એક નવા કેસો ખુલી રહ્યા છે ત્યારે તૈયારીઓ પણ અનેકગણી કરવામાં આવી રહી છે. તમામ રાજ્યમાં બેઠકોના દોર પણ ચાલી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મેડિકલ અને જરૂરી સામગ્રીના સપ્લાય માટે ઉંડાણ જારી રાખી છે. છેલ્લા પાંચ દિવસમાં ઉંડાણ મારફતે ૧૫.૪ ટન મેડિકલ સપ્લાય પહોંચાડવામાં આવી છે. લવ અગ્રવાલે કહ્યું હતું કે, કેબિનેટ સેક્રેટરીએ પ્રવાસી મજુરોના મુદ્દાને લઇને તમામ રાજ્યો સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરી છે. મજદુરોને ક્વોરનટાઇન કરવા અને સેનિટાઇઝેશન માટે કહેવામાં આવ્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)