વડોદરા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા ના કરોડિયાની ગામની બહેનોનું જૂથ 10,000 માસ્ક બનાવશે
વડોદરા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા ના કરોડિયાની ગામની બહેનોનું જૂથ 10,000 માસ્ક બનાવશે
વડોદરા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કોવિડ-19ની કટોકટીનો મુકાબલો કરવા માટે યુદ્ધના ધોરણે શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. આર્થિક અને તબીબી સહાય તથા જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો લોકો સુધી પહોંચાડવા ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વાયરસ સામેની લડાઈમાં દરેક તબક્કે ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે.
RILની CSR પાંખ રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા જિલ્લામાં આવેલું કરોડિયા ગામ કોરોના વાયરસ સામેની લડતમાં પોતાનું અનોખું યોગદાન આપી રહ્યું છે. આ ગામની 20 બહેનો દ્વારા રચાયેલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ (SHG) દ્વારા 10,000 માસ્ક બનાવવાનું ભીગરથ કાર્ય થઈ રહ્યું છે. સ્વાવલંબી મહિલાઓના આ ગ્રૂપને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જ સિલાઈની તાલીમ આપવામાં આવી હતી.
એ ઉપરાંત સરકારી યોજનાઓની સહાય દ્વારા તેમને સિલાઈના સંચા મળી રહે તે માટે પણ RIL દ્વારા તેમને તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી. કોરોના વાયરસ સામેની લડતમાં માસ્કનો ઉપયોગ અને તેની જરૂરિયાતને જોતાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બહેનોને માસ્કનું મોટાપાયે ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ગ્રૂપની મહિલાઓને માસ્ક બનાવવાનું રો-મટિરિયલ ખરીદવાથી લઈને માસ્ક તૈયાર કરવા સુધીની પ્રક્રિયામાં તમામ મદદ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે. તૈયાર થયેલા માસ્કને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જ ખરીદી લેવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.
આ ગ્રૂપના આગેવાન શ્રીમતી ઇંદિરાબહેન નાગર કહે છે કે, સમગ્ર દેશમાં પથરાયેલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ નેટવર્કની બહેનો માટે અમારું કાર્ય દૃષ્ટાંતરૂપ બની રહેશે. દસ હજાર માસ્ક બનાવવાનું લક્ષ્યાંક સિદ્ધ થઈ જશે એ પછીની જરૂરિયાત મુજબ અમે આગળ વધીશું. વડોદરા જિલ્લાના અન્ય સેલ્ફ હેલ્પ ગ્રૂપને પણ આ કાર્યમાં જોડાવું હોય તો અમે તેમને સહાય કરીશું.
નૈતિક સમાચાર (NS NEWS)