વડોદરા શહેરમાં ફુડ પેકેટ અને રાહત સામગ્રી વહેચનારા ઉપર પ્રતિબંધ : પોલીસ કમિશ્નર વડોદરા શહેર
વડોદરા શહેરમાં ફુડ પેકેટ અને રાહત સામગ્રી વહેચનારા ઉપર પ્રતિબંધ : પોલીસ કમિશ્નર વડોદરા શહેર
પ્રેસ નોટ : વડોદરા શહેરમાં ફડ પેકેટ અને રાહત સામગ્રી વહેચનારા ઉપર પ્રતિબંધ લગાડવા બાબત.
અત્રે વખતે ધ્યાને આવેલ છે કે, લોક ડાઉન દરમ્યાન કેટલીક સંસ્થાઓ તેમજ
કેટલાક આગેવાનો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ રાહત સામગ્રીનું
મફતમાં વિતરણ/સેવાનું કાર્ય કરવામાં આવે છે. જે કામ અત્યંત પ્રશંસનીય છે. પરંતુ એવું
પણ અવલોકન કરવામા આવેલ છે કે, રાહત સામગ્રી વહેચવાના બહાને કેટલાક લોકો
શહેરમાં બીનજરૂરી રીતે ફરી રહેલ છે જે જાણે અજાણે કોરાના વાયરસનાં રોગચાળાને
વકરાવા માટે વાહક બની જાય છે. જેના ઉદાહરણ રૂપે તાજેતરમાં નાગરવાડા વિસ્તારમાં
રહેતો એક ઇસમ રાહત સામગ્રીનું વિતરણ કરવા જતા તે બિમાર થઇ ગયેલ અને તેનો
મેડીકલ ટેસ્ટ કરાવતા આ વ્યકિતને કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવેલ છે.
આ ઉપરાંત સરકારશ્રી તરફથી પણ આ રીતે શહેરમાં રાહત સામગ્રી લઇને ફરતા
લોકો પર અંકુશ મુકી નિયત્રીત કરવા સરકારશ્રી ગંભીર છે. તેથી વડોદરા શહેરની જાહેર
જનતાને તેમજ સંસ્થાઓને સુચના કરવામાં આવે છે કે, હવેથી કોઇપણ વ્યકિત/સંસ્થાએ
ફુડ પેકેટ/રાહત સામગ્રીનું વિતરણ કરવું હોયતો રાહત સામગ્રીનું ખાધ્ય મટીરીયલ
ફરજીયાત પણે કલેકટરશ્રીની કચેરી અથવા મ્યુનીસીપલશ્રીની કચેરી અથવા લોકલ પોલીસ
સ્ટેશન ખાતે સોપી દેવાનું રહેશે. અને સરકારી અધિકારી/કર્મચારી ધ્વારાજ આજ રાહત
સામગ્રી જરૂરીયાતમંદ/ગરીબવર્ગને પહોયડાવામાં આવશે.
કોઇપણ સંસ્થા/વ્યક્તિ જાતેથી શહેરમાં ફરી ફુડ પેકેટારાહત સામગ્રીનું વિતરણ
કરી શકશે નહિ અને જો આ સુચનાનો કોઇ વયકિત પાલન નહિ કરેતો તેઓ વિરૂધ્ધ
કાયદેસર ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે જેની તમામે નોંધ લેવી.
નૈતિક સમાચાર (NS NEWS)