NIA દ્વારા નંદેસરી GIDC ના આજુ-બાજુ ના ગામડાઓ ના ગરીબ પરિવાર માટે અનાજ ની કીટ સરપંચો ને સુપ્રત કરવામાં આવી!
NIA દ્વારા નંદેસરી GIDC ના આજુ-બાજુ ના ગામડાઓ ના ગરીબ પરિવાર માટે અનાજ ની કીટ સરપંચો ને સુપ્રત કરવામાં આવી!
દેશમાં કોરોના ને કારણે હાહાકાર મચ્યો છે. દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. સમગ્ર દેશ સાથે ગુજરાતે લોકડાઉન કર્યું હોવાથી, સાથે સાથે સમગ્ર ઉદ્યોગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને કારણે મજૂરો ને ભોજન નથી મળી રહ્યું . રોજ કમાઈ રોજ ખાનાર પરીવાર સુધી અનાજ પોહચી રહે એ હેતુ થી નંદેસરી GIDC ના આજુ બાજુ ના ગામો ના ગરીબ પરિવારો ને અનાજ ની કીટ પહોંચતી કરવા માં આવી ! જે તે ગ્રામ પંચાયત ના સરપંચો ને કીટ આપી દરેક ગરીબ પરિવારો સુધી પહોચતી કરવા નું સુચન કરવા માં આવી. નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન ના પ્રમુખ બાબુભાઇ પટેલ દ્વારા આ અનાજ ની કીટ જે તે ગામ ના સરપંચો ને સુપ્રત કરવામાં આવી હતી,
નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા નંદેસરી ગામ માં રહેતી અને પ્રોજેરિયા નામક ગંભીર બીમારી થી પીડાતી અંજુ પરમાર નું વિશેષ ધ્યાન રાખવા અંગે સૂચન કરી જરૂરિયાત ચીજ વસ્તુ ઓની કીટ આપવા માં આવી હતી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)