વધતા કેસ વચ્ચે મુંબઈ સહિતના છ શહેરોએ દેશની ચિંતા વધારી ,
વધતા કેસ વચ્ચે મુંબઈ સહિતના છ શહેરોએ દેશની ચિંતા વધારી ,
દેશમાં કોરોનાના મામલામાં સતત વધારો થઇ રહ્યો છે. કોવિડ-૧૯થી પિડિત લોકોનો આંકડો સમગ્ર દેશમાં વધી રહ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે સ્થિતિ વધુને વધુ ખતરનાક બની રહી છે. વાયરસના ફેલાવવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જા કે દેશના કેટલાક રાજ્યોના શહેરોમાં વધી ગયેલા કોરોના વાયરસના કેસોના કારણે ધબકારા વધી ગયા છે. રાજ્ય સરકારોથી લઇને કેન્દ્ર સરકાર કોરોનાના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લઇ રહી છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં લોકો માટે ઘરમાંથી બહાર નિકળવા પર માસ્ક પહેરવાની બાબત ફરજિયાત કરી દીધી છે. ઇન્દોર, મુંબઇ, ભોપાલ અને સિવાન હવે કોરોનાના હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યા છે. લોકડાઉન છતાં કેટલાક વિસ્તારો હોટસ્પોટ તરીકે આવ્યા છે. મહારાષ્ટ્રના મુંબઇ, પુણે, મધ્યપ્રદેશના ઇન્દોર અને બિહારના સિવાન શહેર કોરોનાના હોટસ્પોટ તરીકે રહ્યા છે. ઇન્દોરની સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ છે. તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં એકાએક વધારો થયો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં કોરોનાના કારણે હાલત વધારે ખરાબ થયેલી છે. બુધવારના દિવસે ઇન્દોરમાં કોરોનાના ૪૦ પોઝિટીવ કેસ સપાટી પર આવ્યા બાદ સંખ્યા વધીને હવે ૨૧૩ સુધી પહોંચી ગઇ છે. હજુ સુધી ઇન્દોરમાં કુલ ૨૨ લોકોના મોત થયા છે. ઇન્દોરમાં હોટસ્પોટવાળા વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. ઇન્દોરમાં Âસ્થતી બગડી જવા પાછળ કેટલાક કારણોને જવાબદાર તરીકે ગણવામાં આવે છે. સરકાર મોડેથી જાગી છે. એક્શન લેવામાં ખુબ વિલંબ થઇ ગયા બાદ હાલત ખરાબ થઇ છે. ઇન્દોર બાદ પાટનગર ભોપાલમાં Âસ્થતી ખરાબ દેખાઇ રહી છે. જ્યાં કોરોનાના ૯૪ કરતા વધારે કેસો રહેલા છે. જેમાં ૫૦થી વધારે આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ છે. વધતા જતા ખતરાને ધ્યાનમાં લઇને સરકારે કેટલાક કઠોર નિર્ણય કર્યા છે. ભોપાલના સીએમએચઓને દુર કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે સરકાર Âસ્થતીને કાબુમાં લેવામાં નિષ્ફળ છે. હવે પ્રદેસમાં એસ્મા પણ લાગુ કરવામાં આવ્યો છે. દરમિયાન વિભાગ દ્વારા તમામ પિડિત કર્મચારીઓના કોન્ટ્રાક્ટ ઇતિહાસમાં ધ્યાન આપી રહી છે. ઉજ્જેનમાં પણ કોરોનાના કારણઁ હજુ સુધી પાંચથી વધુ લોકોના મોત થયા છે. અહીં કોરોનાના ૧૫ મામલા સપાટી પર આવી ચુક્યા છે. રાજ્ય સરકારે આ શહેરને સીલ કરવાનો નિર્ણય કર્યો છે. લોકોની અવરજવરને પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન દેશમાં જારી લોકડાઉનની અવધિને લંબાવી દેવાની વાત કરી ચુક્યા છે. ઉજ્જૈનમાં મેડિકલ ટીમ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. બીજી બાજુ બિહારમાં વિદેશથી આવેલા લોકોના પરિણામ સ્વરુપે કોરોના પોઝિટિવ કેસોમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. નીતિશકુમાર સરકાર બહારથી આવેલા લોકો ક્વોરનટાઈન કરી શકી નથી તેવો પ્રશ્ન થઇ રહ્યો છે. એકલા સિવાનમાં ૨૦ લોકો પોઝિટિવ આવ્યા છે. સિવાનમાં વધુ એક શખ્સ પોઝિટિવ આવ્યો છે. બિહારમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૫૦થી ઉપર પહોંચી ચુકી છે જે પૈકી એકલા સિવાન જિલ્લામાંથી ૨૦થી વધુની સંખ્યા થઇ છે. સિવાન બિહારમાં વુહાન બનવાની દિશામાં હોવાની વાત પણ ઘણા લોકો કરી રહ્યા છે. દેશના ઘણા વિસ્તારોએ ધબકારા વધારી દીધા છે જેમાં મુંબઈ, પુણે, ઇન્દોર, ભોપાલ, ઉજ્જૈન અને લખનૌનો સમાવેશ થાય છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA