લક્ષ્મણ રેખાને પાર ન કરવા મોદી સરકારનું સ્પષ્ટ સૂચન , ૧૩૦૦૦૦ સેમ્પલના હજુ સુધી ટેસ્ટ : સરકાર
લક્ષ્મણ રેખાને પાર ન કરવા મોદી સરકારનું સ્પષ્ટ સૂચન , ૧૩૦૦૦૦ સેમ્પલના હજુ સુધી ટેસ્ટ : સરકાર
દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ભારતની સ્થિતિના સંદર્ભમાં આજે આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી સતત ૫૦૦થી પણ વધારે પોઝિટિવ કેસો દેશમાં દરરોજ સપાટી ઉપર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૪૯થી પણ વધુ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ દર્દીઓના મોત થયા છે જ્યારે દેશમાં કુલ મોતનો આંકડો ૧૭૮ પર પહોંચ્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, હજુ સુધી ૪૭૩ લોકો કોરોનાથી રિકવર થઇ ચુક્યા છે. તેમને હોસ્પિટલમાંથી પણ રજા આપવામાં આવી છે. તેમણે એમ પમ કહ્યું હતું કે, પીપીઈનો ઉપયોગ એજ જગ્યા પર કરવામાં આવી રહ્યો છે જ્યાં જરૂર દેખાઈ રહી છે. પીપીઈ, માસ્ક અને વેન્ટીલેટરના સપ્લાયની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ૧.૭ કરોડ પીપીઈનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ૪૯૦૦૦ વેન્ટીલેટરના ઓર્ડર અપાયા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇકવીપમેન્ટની કમીને લઇને ચિંતાની કોઇ બાબત નથી. જ્યાં જરૂર છે ત્યા પીપીઈ કિટ આપવામાં આવી રહી છે. દરેક જગ્યા પર પીપીઇની જરૂર નથી જ્યાં ખતરો છે ત્યાં કુલ કેન્ટેઇન્ટમેન્ટવાળી પીપીઈની જરૂર દેખાઈ રહી છે. આરોગ્ય મંત્રાલય તરફથી સંયુક્ત સચિવે કહ્યું હતું કે, એન-૯૫ માસ્કને ૮ કલાક સુધી ઉપયોગ કરી શકાય છે. હાઇડ્રોક્સીક્લોરોકવિન દવા તમામને આપવામાં ન આવે. માર્ગદર્શિકા મુજબ પાલન કરવામાં આવે તે જરૂરી છે. રેલવેની કામગીરીની આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, રેલવે દ્વારા ૩૨૫૦ કોચને કોવિડ-૧૯ આઈસોલેશન યુનિટમાં ફેરવી દેવામાં આવ્યા છે. રેલવે દ્વારા અઢી હજારથી વધારે તબીબો અને ૩૫૦૦૦થી વધારે પેરામેડિકલ સ્ટાફને લગાવ્યા છે. તેમની હોસ્પિટલની સમગ્ર ચેઇન કોરોના સામે લાગી ગઈ છે. હરિયાણાના કર્નાલમાં ૧૩ હજાર જરૂરિયાતવાળા પરિવારને ૬૪ લાખ રૂપિયાની મદદ આપવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું છે કે, છેલ્લા એકથી દોઢ મહિનાની વચ્ચે પોઝિટિવ રેંજ ૩થી ૫ ટકાની રહી છે. તેમણે કહ્યું છે કે, હજુ સુધી ૧૩૦૦૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવ રેંજમાં વધારો થયો નથી. આરોગ્ય મંત્રાલયમાં મંત્રણાનો દોર દરરોજ ચાલી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ અનેક બેઠકો થઇ ચુકી છે. ગઇકાલના દિવસે જ ૧૩૧૪૩ સેમ્પલોમાં ટેસ્ટ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેડિકલ કાઉન્સિલના કહેવા મુજબ તમામ જગ્યા પર કોરોના સામે લડત ચાલી રહી છે. રેલવે દ્વારા આઠ પ્રોડક્શન યુનિટ હોસ્પિટલ , ૧૬ ઝોનલ હોસ્પિટલની સેવા આપી છે. ભારતમાં ૨૦ સ્થાનિક કંપનીઓને પીપીઈ માટે ડેવલપ કરવામાં આવી છે. પુરવઠો શરૂ થઇ ચુક્યો છે. વેન્ટીલેટરોનો ઓર્ડર પણ અપાયો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA