અમેરિકામાં હાહાકાર : એક જ દિવસમાં ૧,૯૩૮ના મોત , કોરોનાના કોહરામ વચ્ચે લાશોની દફનવિધી માટે હવેથી જગ્યા નથી : ન્યુયોર્ક ખાતે દહેશત
અમેરિકામાં હાહાકાર : એક જ દિવસમાં ૧,૯૩૮ના મોત , કોરોનાના કોહરામ વચ્ચે લાશોની દફનવિધી માટે હવેથી જગ્યા નથી ઃ ન્યુયોર્ક ખાતે દહેશત ઃ લોકોમાં ભારે ફફડાટ
અમેરિકામાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. સુપર પાવર અમેરિકા કોરોનાની સામે લડાઇ હારી રહ્યુ હોય તેમ લાગે છે. કારણ કે મોતનો સિલસિલો રોકાઇ રહ્યો નથી. સ્થિતિ એવી થઇ ગઇ છે કે લાશોની દફનવિધી કરવા માટે હવે જગ્યા બચી નથી. કોરોના વાયરસના કારણે સૌથી વધારે હાલત ખરાબ ન્યુયોર્કની થઇ છે. એકલા ન્યુયોર્કમાં ૬૨૬૮ લોકોના મોત થયા છે. અમેરિકામાં હજુ સુધી ૧૪ હજારથી વધારે લોકોના મોત થયા છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં અવિરત રટ્ઠૈ વધારો થઇ રહ્યો છે. ન્યુજર્સીમાં પણ ૧૫૦૭ લોકોના મોત થઇ ગયા છે. ન્યુયોર્કમાં તો હાલત એ છે કે હવે હોસ્પિટલમાં જગ્યા બચી નથી. લાશોના ઘર લાશોથી ભરાઇ ગયા છે. અમેરિકામાં કેસોની સંખ્યા ચાર લાખના આંકડાને પાર કરી ચુકી છે. હાલમાં ગંભીર રીતે રહેલા દર્દીઓની સંખ્યા ૯૨૭૯ રહી છે.ન્યુયોર્ક સહિતના રાજ્યોમાં લાશોની લાઈનો લાગી ગઇ છે. હોસ્પિટલોમાં તબીબો પાસે માસ્ક અને અન્ય જરૂરી ચીજા નથી. અમેરિકામાં સ્થિતિને હાથ ધરવા માટે શુ કરવામાં આવે તે સંબંધમાતંત્રના લોકોને સમજાઇ રહ્યુ નથી. હાલત વધારે ચિંતાજનક બની રહી છે. તમામ પ્રયાસો અપુરતા સાબિત થઇ રહ્યા છે. સ્થિતિ બેકાબુ બન્યા બાદ ન્યુયોર્કને સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થિતિ એવી ઉભી થઇ છે કે, મોતના આંકડાને લઇને લોકો ભયભીત ન બને તે માટે રાત્રિગાળામાં મૃતકોને બહાર લઇ જવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર બિલકુલ દિશાહીન છે. તેમના પગલા બિલકુલ બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. અમેરિકામાં નવ હજારથી વધારે લોકો હજુ જીવનમરણ વચ્ચે ઝોળા ખાઇ રહ્યા છે. તમામ તબીબી સાધનો પણ સુપર પાવર ગણાતા અમેરિકામાં ખુટી પડ્યા છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યÂક્તનું મોત થઇ રહ્યું છે. કોરોનાની સૌથી વધારે અસર ન્યુયોર્કમાં થઇ છે. ગંભીર દર્દીઓની સંખ્યા આઠ હજારથી વધારે હજુ નોંધાયેલી છે. કોરાના વાયરસે લાશોના ઢગલ લગાવી દીધા છે. સ્થિતિને સુધારવાના તમામ પ્રયાસો કામ લાગી રહ્યા નથી. ન્યુયોર્ક હવે કોરોના વાયરસના ગઢ ગણાતા ચીનના હુબેઇ પ્રાંતથી પણ આગળ નિકળી ચુક્યું છે. અહીં પોઝિટિવ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ન્યુયોર્કમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એટલી વધારે છેકે,કે લાશોની દફનવિધિ માટે મુશ્કેલી પડી રહી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA