ગુજરાતદેશ દુનિયા

મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક : તમામની નજર કેન્દ્રિત થઇ , લોકડાઉનની અવધિ લંબાવાશે કે કેમ તે અંગે મંગળવારે જાહેરાત

મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક : તમામની નજર કેન્દ્રિત થઇ , લોકડાઉનની અવધિ લંબાવાશે કે કેમ તે અંગે મંગળવારે જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શનિવારના દિવસે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે અતિમહત્વપૂર્ણ બેઠક કરનાર છે. ૨૧ દિવસ માટે લાદવામાં આવેલા અને હાલમાં ચાલી રહેલા લોકડાઉનના ગાળાને ખતમ કરવામાં આવે કે પછી લંબાવવામાં આવે તેને લઇને મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ વાતચીત થનાર છે. લોકડાઉનને લંબાવવામાં આવશે કે કેમ તે અંગેની જાહેરાત મોદી ૧૪મી એપ્રિલના દિવસે કરનાર છે. મોદી હાલમાં નિયમિતરીતે તમામ સાથે બેઠકો યોજી રહ્યા છે. મુખ્યમંત્રીઓ સાથે પહેલા પણ વાતચીત થઇ ચુકી છે. બુધવારના દિવસે સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવનાર જુદા જુદા પક્ષોના ફ્લોર નેતાઓ સાથે પણ બેઠક યોજી હતી. તે પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાનો સાથે મોદીએ ચર્ચા કરી હતી. પાર્ટીના તમામ નેતાઓ અને કેબિનેટ મંત્રીઓ સાથે પણ મોદી સતત વાતચીત કરી રહ્યા છે. હવે આવતીકાલે શનિવારના દિવસે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાયા વિડિયોથી મોદી વાતચીત કરનાર છે. વિડિયો કોન્ફરન્સ એવા સમયમાં આવી રહી છે ત્યારે લોકડાઉનને લંબાવવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે, કોરોના વાયરસના ઝડપથી ફેલાવા રોકવા માટે લોકડાઉનની અવધિ ઉપયોગી સાબિત થઇ છે. વિડિયો કોન્ફરન્સિંગમાં જુદા જુદા રાજ્યો પોતાના અભિપ્રાય રજૂ કરશે. એવા સંકેત મળી રહ્યા છે કે, મોદી સરકાર દેશભરમાં લોકડાઉનની અવધિને ૧૪મી એપ્રિલ બાદ પણ લંબાવી શકે છે. મોદીએ જુદા જુદા પક્ષોના નેતાઓ સાથે બુધવારના દિવસે યોજાયેલી બેઠકમાં સંકેત આપ્યો હતો કે, લોકડાઉનને ૧૪મી એપ્રિલના દિવસે એક ઝટકામાં ઉઠાવી લેવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારની પ્રાથમિકતા દરેક વ્યક્તિને બચાવી લેવાની રહેલી છે. સત્તાવાર નિવેદન મુજબ તેઓ રાજ્યોને કહી ચુક્યા છે કે, જિલ્લા વહીવટીતંત્ર અને નિષ્ણાતો દ્વારા કોરોનાના ફેલાવાને રોકવા અને લોકડાઉનને લંબાવવાનું સૂચન કરી ચુક્યા છે. ઓરિસ્સા સરકારે પહેલાથી જ લોકડાઉનની અવધિને ૩૦મી એપ્રિલ સુધી લંબાવી દીધી છે. વડાપ્રધાન મોદી પણ કહી ચુક્યા છે કે, કોરોના પહેલાની સ્થિતિ અને કોરોના પછીની સ્થિતિ એક સમાન રહેશે નહીં. મોદી બીજી વખત મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. બીજી એપ્રિલના દિવસે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. લોકડાઉનમાંથી બહાર નિકળવાને લઇને ચર્ચા થઇ હતી. ૨૪મી માર્ચના દિવસે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરતા પહેલા વડાપ્રધાને ૨૦મી માર્ચના દિવસે પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. સાથે સાથે ખતરનાક વાયરસના ફેલાવાને રોકવાના પાસા પર ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીઓ સાથેની બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ બેઠકના આધાર પર જ લોકડાઉનને લંબાવવામાં આવનાર છે. જા કે, આ અંગે નિર્ણય બેઠક બાદ જ કરાશે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા Page અને website ને follow , like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

http://www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button