ગુજરાતદેશ દુનિયા

કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે લોકડાઉન વધારવા પ્રશ્ને સંમતિ , મુખ્યમંત્રીઓ સાથેની મોદીની બેઠકમાં સર્વસંમતિ સધાઈ ગઈ

કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે લોકડાઉન વધારવા પ્રશ્ને સંમતિ , મુખ્યમંત્રીઓ સાથેની મોદીની બેઠકમાં સર્વસંમતિ સધાઈ ગઈ

કોરોના વાયરસના વધતા જતા આતંક વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે ચર્ચા વિચારણા કરી હતી. મુખ્યમંત્રીઓ સાથે તેમની આ પ્રકારની ત્રીજી બેઠક હતી. આ બેઠકમાં લોકડાઉનને વધારવાના મુદ્દા પર સર્વસંમતિ દેખાઈ હતી. આનો મતલબ એ થયો કે, લોકડાઉન વધારવાનો નિર્ણય થઇ ચુક્યો છે. કોઇપણ સમયે આની સત્તાવાર જાહેરાત કરવાની ઔપચારિકતા બાકી રહી છે. સર્વસંમતિ લોકડાઉનને વધારવા માટે દેખાઈ હતી. બીજા બે સપ્તાહ માટે લોકડાઉનને વધારવાનો ફેંસલો લેવાઈ ચુક્યો છે. મોદીએ ઠેરવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્તરીતે લેવામાં આવી રહેલા પરિણામ સ્વરુપે કોરોનાની અસરને ઘટાડવામાં સફળતા મળી છે પરંતુ પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે ત્યારે તકેદારી સૌથી મહત્વપૂર્ણ બની રહી છે. મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, લેવામાં આવેલા પગલાની અસર દેખાવવામાં ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગી શકે છે. ટીમ વર્ક આ પડકારનો સામનો કરવા માટે સૌથી મહત્વપૂર્ણ છે. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે મોદીએ આ બેઠક યોજી હતી. પહેલા એવી અટકળો હતી કે, મોદી રાષ્ટ્રને સંબોધન કરશે. વડાપ્રધાન સાથે યોજાયેલી બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત ૧૦ મુખ્યમંત્રીઓ દ્વારા લોકડાઉનને વધારવાનું સૂચન કર્યું હતું. રિપોર્ટ મુજબ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત બાદ પોતાના અંતિમ રિમાર્કમાં મોદીએ સંકેત આપ્યા હતા કે, દેશમાં લોકડાઉનને બે સપ્તાહ સુધી વધારવામાં આવનાર છે. મોદીએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં કહ્યું હતું કે, લોકડાઉનની વાત કરતી વેળા તેઓએ કહ્યું હતું કે, જાન હૈ તો જહાન હે. જ્યારે તેઓએ રાષ્ટ્રને નામ સંબોધનમાં વાત કરી હતી ત્યારે સમુહમાં જ કહ્યું હતું કે, દરેક વ્યÂક્તની જાન બચાવવા લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે.દેશના મોટાભાગના લોકોએ આ વાત સમજી છે. ઘરમાં રહીને લોકોએ વચન પાળ્યા છે. હવે ભારતના ઉજ્જવળ ભાવિ માટે સમૃદ્ધ અને સ્વચ્છ ભારત માટે જાન પણ અને જહાન પણ એમ બંને પાસા પર ધ્યાન આપવાની જરૂર છે. બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાને લોકડાઉનને વધારવાનો નિર્ણય લઇ લીધો છે. મોદીએ આ બેઠકમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, વડાપ્રધાન સાથેની બેઠક બાદ કેજરીવાલે કહ્યું હતું કે, લોકડાઉન વધારવાનો નિર્ણય બિલકુલ યોગ્ય નિર્ણય છે. આજે જા તમામ વિકસિત દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ સારી છે તો તેના માટેનું કારણ લોકડાઉન છે. જા હવે આને રોકવામાં આવશે તો તેના જે લાભ મળ્યા છે તે ખતમ થઇ જશે. લોકડાઉન વધારવાની જરૂર છે. આ પહેલા વડાપ્રધાને ૨૪મી માર્ચના દિવસે દેશને સંબોધન કરીને ૨૫મી માર્ચથી ૧૪મી એપ્રિલ સુધી દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશમાં લોકડાઉન ૩૦મી એપ્રિલ સુધી વધી શકે છે. આજની બેઠકમાં તમામ મુખ્યમંત્રી માસ્ક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન પોતે પણ સફેદ કલરના માસ્કમાં દેખાયા હતા અને વચન પાળ્યું હતું.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button