લોકડાઉન બાદ વિમાનની પ્રવાસના નિયમ બદલાશે , વિમાની મથક પર બે કલાક પહેલા જવું પડશે ,
લોકડાઉન બાદ વિમાનની પ્રવાસના નિયમ બદલાશે , વિમાની મથક પર બે કલાક પહેલા જવું પડશે ,
demo image
કોરોના વાયરસની સ્થિતિ જટિલ બનેલી છે. લોકાડાઉન બાદ વિમાની યાત્રા પણ આવનાર સમયમાં વધુ મુશ્કેલરુપ બની જશે. કારણ કે, કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે. સીઆઈએસએફ દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન પાસેથી એક સેનિટાઈઝર ટનલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે જેને એરપોર્ટની એન્ટ્રી પોઇન્ટ પર લગાવવામાં આવશે. સાથે સાથે તમામ યાત્રી માસ્ક પહેરીને પસાર થશે. સાથે સાથે તમામ યાત્રીઓને માસ્ક અને ગ્લવ્સનો ઉપયોગ કરવાનો રહેશે. સોશિયલ ડિસ્ટેન્સિંગના કારણે બે યાત્રીઓની વચ્ચે એક સીટ ખાલી રાખવામાં આવશે. કોરોનાના કારણે જારી લોકડાઉનના પરિણામ સ્વરુપે એક પછી એક નિર્ણયો લેવાઈ રહ્યા છે. લોકડાઉન બાદ જે નિયમ રહેશે તે મુજબ વિમાની યાત્રીઓને બે કલાક પહેલા એરપોર્ટ પહોંચવાનું રહેશે. દરેક યાત્રીને માસ્ક, ગ્લવ્સનો ઉપયોગ કરવાનો રહેશે. પર્સનલ સેનિટાઈઝર પણ જરૂરી રહેશે. એન્ટ્રી પોઇન્ટ ઉપર સેનેટાઇઝર ટનેલ બનાવવામાં આવશે. એરલાઈન્સ કંપનીઓ હાલમાં એવી યોજના પર કામ કરી રહી છે જેના પર સર્વિસ પુનઃ શરૂ કરવામાં આવ્યા બાદ અમલ કરવામાં આવશે. તમામ એરલાઈન્સો માટે યાત્રીઓની સુરક્ષા સૌથી પ્રથમ પ્રાથમિકતા રહેશે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા એરપોર્ટ પર યાત્રીઓ માટે એક નવા પ્રોટોકોલની તૈયારી કરી છે જેને એવિએશન મિનિસ્ટ્રી સામે રજૂ કરવામાં આવ્યા બાદ તેના પર ચર્ચા ચાલી રહી છે. આ નિયમો લાગૂ કરવામાં આવ્યા બાદ તમામ બાબતોને ગંભીરતાપૂર્વક પાળવી પડશે. તમામ લોકો જાણે છે કે, હાલમાં કોરોનાનો આતંક ચાલી
રહ્યો છે. ઈન્ડિગો દ્વારા પોતાના તમામ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન ખતમ કરવાની જેમ જ જાહેરાત કરવામાં આવશે તેમ પોતાની સર્વિસ ધીમે ધીમે શરૂ કરશે. આના માટે કર્મચારીઓને તૈયાર રહેવું જાઇએ. એરલાઈન્સ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, શરૂઆતમાં વિમાનમાં ભોજન આપવામાં આવશે નહીં. એર ઇન્ડિયા દ્વારા પણ સોશિયલ ડિન્ટેન્સિંગને ધ્યાનમાં લઇને બે યાત્રીઓ વચ્ચે એક સીટ ખાલી રાખવાની વાત કરી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/