આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી હવે ૮ હજારથી ઉપર , મહારાષ્ટ્‌, દિલ્હી, ગુજરાતમાં કેસોમાં ઝડપી વધારો નોંધાયો

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી હવે ૮ હજારથી ઉપર , મહારાષ્ટ્‌, દિલ્હી, ગુજરાતમાં કેસોમાં ઝડપી વધારો નોંધાયો

ભારતના કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ભારતમાં કુલ કેસોની સંખ્યા વધીને ૮ હજારથી ઉપર પહોંચી છે. આજે છેલ્લા સમાચાર મુજબ કેસની સંખ્યા ભારતમાં ૮૦૬૩થી ઉપર પહોંચી હતી જ્યારે મોતનો આંકડો વધીને ૨૪૯થી ઉપર પહોંચી ગયો છે. આજે મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૧૮૭૪થી ઉપર પહોંચી હતી જ્યારે ગુજરાતમાં કેસોની સંખ્યા ૪૬૮થી ઉપર પહોંચી છે. તમિળનાડુ, દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા સહિતના રાજ્યોમાં પણ ખુબ ઝડપથી કેસો વધ્યા છે. દેશમાં અનેક નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં કેસોની સંખ્યા ૧૮૦૦ કરતા વધારે થઇ ગઇ છે. સ્થિતિ વધસે તેવા સંકેતો મળી રહ્યા છે. કારણ કે આઠ રાજ્યોમાં કેસોની સંખ્યા ૨-૪ દિવસમાં જ બે ગણી થઇ ગઇ છે. રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, કેરળ, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં કેસોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. આઠ રાજ્યોમાં ખતરનાક સ્થિતિના સંકેત મળી રહ્યા છે. કેરળ અને કર્ણાટકમાં ગતિ ધીમી થઇ છે. જા કે મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે દિલ્હીમાં પણ હાલત સારી નથી. તમિળનાડુમાં પણ મુશ્કેલી છે. દેશમાં કુલ કોરોના કેસો પૈકી ૮૪ ટકા કેસો માત્ર મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મળ્યા છે. કેરળ અને કર્ણાટકને બાદ કરતા બાકીના રાજ્યોમાં કોરોના કેસોની સંખ્યા પહેલી એપ્રિલથી બે ગણી થઇ છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો.દેશમાં પણ લોકડાઉની સ્થિતિ હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. ભારતમાં કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિળનાડ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે.કેસોની સંખ્યામાં ઝડપી વધારો દેશમાં હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસના લોકડાઉનના ગાળા વચ્ચે પણ થઇ રહ્યો છે. જે ખતરનાક સ્થિતિનો સંકેત આપે છે. આ સપ્તાહ નિર્ણાયક થઇ શકે છે તેવી વાત આવી રહી છે. કોરોના વાયરસે ૩૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે. જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે. સરેરાશ ૫૦૦થી વધુ કેસો છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી સતત એક્શનમાં છે. સીધીરીતે માહિતી દરરોજ ૨૦૦થી પણ વધુ લોકો પાસેથી મેળવી રહ્યા છે. કોરોના વાયરસના કેસો ભારતમાં પણ હવે વધી રહ્યો છે. કોરોનાને રોકવાના હેતુસર સાવચેતીના પગલા લેવાનો સિલસિલો જારી છે. ધાર્મિક સ્થળોને પણ એક પછી એક બંધ કરવામાં આવી ચુક્યા છે. ઐતિહાસિક સ્મારકોને પણ બંધ કરી દેવાયા છે. દેશના તમામ રાજ્યોમાં સ્કુલ કોલેજા, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે તકેદારી સતત વધી રહી છે. તમિળનાડુ, તેલંગણા, કેરળમા પણ કોરોનાના કારણે કેસોની સંખ્યા અનેક ગણી વધી રહી છે. મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં પહોંચેલા લોકોના કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે અહીં મોટી સંખ્યામાં કેસો મળી ચુક્યા છે. હવે દેશના જુદા જુદા ભાગોમાં અહીં હાજરી આપીને પહોંચેલા લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. તેમને સારવાર આપવામાં આવી રહી છે.દિલ્હી, રાજસ્થાન, તેલંગાણામાં પણ આંકડો વધ્યો છે. ભારતમાં ખતરનાક વાયરસના કારણે કેસોની સંખ્યા વધી રહી છે. માનવામાં આવે છે કે તબલીગી જમાતના વચ્ચે તકેદારી

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button