ગુજરાત

અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતા તંત્ર ભારે ચિંતિત, છેલ્લા કેટલાક દિવસથી કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે

અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતા તંત્ર ભારે ચિંતિત, છેલ્લા કેટલાક દિવસથી કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે

અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે નવા કેસો સપાટી પર આવતા કેસોની સંખ્યા વધીને ૨૪૩ ઉપર પહોંચી હતી. આક્રમક પગલા લોકડાઉન વચ્ચે લેવાઈ રહ્યા હોવા છતાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાએ ૧૦ લોકોનો ભોગ લીધો છે. જ્યારે ૧૦ લોકોએ કોરોનાને માત આપતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આમ, કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાં ખતરનાક અને બહુ ચિંતાજનક સ્થિતિ બનતી જાય છે, જેને લઇ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર પણ ચિંતિત બન્યું છે. તો લોકોમાં પણ હવે કોરોનાની એક સાફ દહેશત વર્તાઇ રહી છે. કોરોનાના કહેર વચ્ચે ગઇકાલે શહેરના જૂહાપુરા વિસ્તારમાં સ્થાનિક તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી મહેબૂબ ઠુંઠિયા સહિત ૨૫ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ સમગ્ર બનાવ અંગે ૫૦ લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો. તો, અમદાવાદમાં પ્રથમવાર હાઇડ્રોલિક પ્લેટફોર્મથી કોટ વિસ્તારમાં સેનેટાઇઝેશન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર કોટ વિસ્તારને હાઇડ્રોલિક પ્લેટફોર્મથી સેનેટાઇઝ કરવામાં આવી રહ્યો છે. ફાયરવિભાગ દ્વારા સેનેટાઇઝેશન માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પ્રથમવાર હાઇડ્રોલિક પ્લેટફોર્મથી સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. શહેરના ફાયર વિભાગ દ્વારા સેનેટાઇઝેશન માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ૫૫ ફૂટની ઉંચાઇએથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેમાં માણેકચોક વિસ્તારમાં આવેલી અનેક પોળોને સેનેટાઇઝ કરવામાં આવી છે. આ અગાઉ અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં કોરોનાના લાખો કેસ સામે આવી શકે તેવી દહેશત અથવા તો શકયતાઓને લઇ અમદાવાદની હોસ્પિટલોમાં અમેરિકા અને ઇટાલી જેવી અરાજકતા ન ફેલાય તેની અગમચેતીના પગલા લેવાયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે થ્રી લેયર વ્યવસ્થા શરૂ કરાઇ છે. શહેરના નિકોલ વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્ક સોસાયટીમાં કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવતાં આ સોસાયટીના વિસ્તારને કલસ્ટર કવોરન્ટાઇન કરાયો હતો. દરમ્યાન આજે શહેરના જુહાપુરા વિસ્તારમાં ગુલાબનગરની ગલી પાસે લોકડાઉનના અમલ માટે ગયેલી વેજલપુર પોલીસ પર સ્થાનિક લોકોએ ઉશ્કેરાઇ અમાનવીય વર્તન દાખવી પથ્થરમારો કર્યો હતો. જા કે, પોલીસે કડકાઇથી પગલાં ભરી સમગ્ર મામલો થાળે પાડયો હતો. આ બનાવ અનુસંધાનમાં પોલીસ દ્વારા ૫૦ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ૨૫ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. વેજલપુર પોલીસ જ્યારે લાઉડસ્પીકરથી ગુલાબનગર પાસે લોકડાઉનનું પાલન કરવા અને ઘરમાં જવા સૂચના આપતી હતી, ત્યારે કૈયુમ પઠાણ, તેનો પુત્ર અને અન્ય વ્યક્તિએ બુમાબુમ કરી પોલીસ આપણને મોહલ્લામાં બેસવા દેતી નથી. મારો કહી પથ્થરમારો કર્યો હતો. ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. પોલીસે રાતે પેટ્રોલિંગ અને સર્ચ કરી ૨૩ શખ્સની અટકાયત કરી લીધી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button