APL રાશનકાર્ડ ધારકો નો અનાજ નો જથ્થો સરકારી અનાજ ની દુકાનોમાં ના પોહચ્યો ! અનાજ લેવા આવેલા લોકો હેરાન-પરેશાન !
APL રાશનકાર્ડ ધારકો નો અનાજ નો જથ્થો સરકારી અનાજ ની દુકાનોમાં ના પોહચ્યો ! અનાજ લેવા આવેલા લોકો હેરાન-પરેશાન !
13 એપ્રિલ થી APL રેશન કાર્ડ ને અનાજ આપવાની જાહેરાત કરી હતી આ થી રેશનકાર્ડ લઈને લોકો અનાજ લેવા આવ્યા હતા ત્યારે તે લોકોને અનાજ ન મળતા લોકો આક્રોશ સાથે નિરાશ થયા હતા ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં 21 દિવસના જાહેર કરેલા લોકડાઉન ના પગલે રાજ્ય સરકારે 1 એપ્રિલ થી BPL રાશનકાર્ડ ધારકો ને વિનામૂલ્યે સસ્તા અનાજ ની દુકાને થી અનાજ આપ્યું હતું, ત્યાર પછી APL રેશનકાર્ડ ધારક પરિવારોને 13 એપ્રિલ થી વિનામુલ્યે અનાજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને આજરોજ નંદેસરી,રામપુરા,અનગઢ,કોયલી,રઢિયાપૂરા,બાજવા,ફાજલપુર જેવા અનેક ગામો માં સસ્તા અનાજ ની દુકાન ખાતે સ્થાનિકો અનાજ લેવા માટે ઉમટી પડ્યાં હતાં મોટીસંખ્યામાં લોકો આવી ગયા હતા પરંતુ અનાજ નો જથ્થો પૂરતો ના આવવાના કારણે સસ્તા અનાજ ના દુકાનદારો દ્વારા રાશનકાર્ડ ધારકો ને 2-3 દિવસ પછી અનાજ લેવા આવવાનો આગ્રહ કર્યો હતો,
સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો જથ્થો અનાજ નો નથી પોહચડ્યો એ સરકાર ના અધિકારીઓ નીં પોલ ખોલતો કિસ્સો સામે આવવા પામ્યો છે, જરૂરિયાતમંદ, ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો સાથે સરકાર મઝાક કરી રહી હોય એવું દેખાઈ આવે છે, એક તરફ સરકાર લોકડાઉન નું ચુસ્ત પણે પાલન કરવાનો આદેશ કરી રહી છે એ વાત સારી છે પરંતુ હજારો-લાખો લોકો સરકાર દ્વારા કરાયેલી જાહેરાત થી આજે વહેલી સવારથી જ ગામડાઓ માં સરકારી અનાજ લેવા સસ્તા અનાજ ની દુકાનોએ એકઠા થયા હતા અને તેઓને અનાજ ના મળતા અનેક જગ્યાઓએ હોબાળો પણ મચ્યો હતો, તો સુ સરકાર ની એક ભૂલ ન કારણે હોબાળોમાં ભેગા થવાથી કોરોના સક્રમન નો ખતરો સરકાર ને નથી દેખાઈ રહ્યો???
વડોદરા ના અનેક ગામડાઓ માં સસ્તા અનાજ ની સરકારી દુકાનો માં અનાજ નો જથ્થો ના પોહચતા હજારો ગ્રામજનો સવારે એક આશા લઈને સસ્તા અનાજ ની દુકાને અનાજ લેવા ગયેલ હતા અને દુકાનદારે અનાજ નો જથ્થો નથી આવ્યો એવું કહેતા હજારો રાશનકાર્ડ ધારકો ની આશા ઉપર પાણી ફરી ગયું હતું,કોરોના વાઇરસ ના લોકડાઉન માં કેટલાય ગરીબ મધ્યમવર્ગીય પરિવારો ને એક સમય જમવાના ફાંફા પડી રહ્યા છે તેઓને એક સસ્તા અનાજ ની જ આશા ઉપર આજે પાણી ફરી વળ્યું!
સરકારે 13 એપ્રિલ થી APL રાશનકાર્ડ ધારકો ને અનાજ મળશે એવી મોટી જાહેરાત કરી હતી પરંતુ કેટલાય ગામડાઓ માં અનાજ ના મળતા હજારો ગ્રામજનો આક્રોશ સાથે નિરાશ અનુભવી હતી,
પંચાયતો ના સરપંચો અને દુકાનદારો દ્વારા અનાજ વિતરણ ના જથ્થા ના ગોડાઉન માં જાણ કરતા ત્યાંથી એવી વાત જાણવા મળેલ કે તેઓની પાસે મજદૂર અને વાહનો ના હોવાના કારણે સસ્તા અનાજ ની દુકાનોએ અનાજ નો જથ્થો પોહચતો નથી કરવામાં આવ્યો,
સરકાર દ્વારા જાહેરાત કરેલી હોવાથી મોટી સંખ્યા માં અનેક ગ્રામપંચાયત ના સસ્તા અનાજ ની દુકાને લોકો એકઠા થઈને દુકાનદાર અને સરપંચ સાથે અનાજ લેવા આવેલા લોકો એ બોલાચાલી કરી ઝઘડો પણ કરેલ હોવાની વિગતો જાણવા મળેલ છે, તો કેટલાય દુકાનદારો દ્વારા પોતાનું વાહન કરીને સરકારી અનાજ ના ગોડાઉન માં અનાજ લેવા જવાની વિગતો પણ મળી છે,
સરકાર ની આ ઘેરજીમેંદાર જાહેરાત ના કારણે હજારો-લાખો લોકો ની આશા સાથે ગ્રામપંચાયતના સરપંચો અને સસ્તા અનાજ ની દુકાનદારોએ સરકાર સામે આક્રોશ સાથે નિરાશ વ્યક્ત કર્યો હતો!
Thanks
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)