આગામી શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળાઓ ફી વધારો કરશે નહીં , શિક્ષણમંત્રીની શાળા સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક સફળ રહી
આગામી શૈક્ષણિક વર્ષમાં કોઇ શાળાઓ ફી વધારો કરશે નહીં , શિક્ષણમંત્રીની શાળા સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક સફળ રહી
કોરોનાના ખતરનાક હાહાકાર વચ્ચે એક પછી એક સમસ્યાઓ ઉભી થઇ રહી છે. આ તકલીફોને દૂર કરવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર પણ એક પછી એક મોટા નિર્ણય લઇ રહી છે. આના ભાગરુપે જ હવે ગુજરાત સરકારે બીજા કેટલાક મહત્વના નિર્ણય લીધા છે જેના ભાગરુપે સીબીએસઈ સહિતની સ્કુલોમાં ફી વધારો કરવામાં આવશે નહીં. છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ વધારી દેવામાં આવી છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ જ શાળાઓમાં ફીની વસુલીની કામગીરી શરૂ થશે. આવી જ રીતે કોલેજ અને યુનિવર્સિટીઓની પરીક્ષાના સંદર્ભમાં પણ ૧૫મી મે પછી નિર્ણય કરવામાં આવશે. શિક્ષણમંત્રી શાળા સંચાલકો સાથે આજે સફળ બેઠક યોજવામાં આવી હતી. આાગામી શૈક્ષણિક વર્ષમાં કોઇપણ શાળાઓ ફી વધારો કરશે નહીં. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની ૧૬મી એપ્રિલથી શરૂઆત થશે. મૂલ્યાંકનમાં સામેલ થનાર શિક્ષકોની સુરક્ષા, સલામતી, સોશિયલ ડિસ્ટેન્સિંગ ધારા ધોરણ જાળવવાની વ્યવસ્થા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે. મુખ્ય સચિવ અશ્વિનીકુમારે આજે યોજાયેલી બેઠકના સંદર્ભમાં માહિતી આપી હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા શિક્ષણ જગત અને અનાજ પુરવઠાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાના કહેરને લઇ ગુજરાત રાજયમાં આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈપણ પ્રકારનો ફી વધારો નહી થાય. તો, ગુજરાત સરકાર દ્વારા કોલેજ, યુનિવર્સીટી તા.૧૫ એપ્રિલથી ૧૬મી મે સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે બીજી પણ મહત્વની વાતો જણાવી હતી. સીએમના સચિવ અશ્વિની કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ ફી વધારો નહી થાય. તેમ જ માર્ચ-એપ્રિલ-મે ની ત્રણ મહિનાની ફી સપ્ટેબર સુધી ભરી શકાશે. આ ફી માટે વાલીઓ માસિક હપ્તો પણ ભરી શકશે. તેમણે તેમ પણ કહ્યું કે, કોઈ સ્કૂલ વાલી પર ફીને લઈને દબાણ નહીં કરી શકે. લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલી જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે. તેમણે મહત્વની વધુ એક જાહેરાત કરતા કહ્યું કે કોલેજ, યુનિવર્સિટીમાં તા.૧૫ એપ્રિલથી ૧૬ મે સુધી વેકેશન અપાયું છે. જ્યારે તા.૧૮ મે થી આગળના સમયમાં પરીક્ષા લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ. વધુમાં બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને કહ્યું હતું કે, તા.૧૬ એપ્રિલથી ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરિક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા.૧૬ એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે. આ કામગીરીમાં જોડાનારા શિક્ષકોની સુરક્ષા-સલામતિ સોશિયલ ડીસ્ટન્સીંગ નોમ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઓરડાઓની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવે લોકડાઉનના સંદર્ભમાં ઉભી થયેલી સ્થિતિ મામલે માહિતી આપી હતી. શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ કરશે નહીં જે તે વાલીની આર્થિક સ્થિતિ અને સગવડ મુજબ જરૂર જણાય ત્યારે છ મહિના સુધી ફી ભરવાની મર્યાદા પણ શાળા સંચાલકો વધારી દેશે. વાલીઓ પોતાના બાળક માટે શાળામાં ભરવાની ફી ત્રિમાસિકના બદલે દર મહિને પણ ભરી શકશે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)