ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા ૫૭૨ ઉપર પહોંચી , સ્થિતિ સ્થિર , છેલ્લા ૨૪ કલાકમાં ૫૬ નવા કેસો સપાટી ઉપર ,કોઇ મોત નહીં
ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા ૫૭૨ ઉપર પહોંચી , સ્થિતિ સ્થિર , છેલ્લા ૨૪ કલાકમાં ૫૬ નવા કેસો સપાટી ઉપર ,કોઇ મોત નહીં
ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૫૬ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે આજે સવારે ૧૦ વાગ્યા બાદ વધુ ૩૪ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૬ કેસ સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૫૭૨ ઉપર પહોંચી છે. ગુજરાતમાં હજુ સુધી કોરોનાના કારણે ૨૬ લોકો દમ તોડી ચુક્યા છે. આઠ દર્દીઓ હજુ વેન્ટીલેટર પર છે અને ૪૮૪ દર્દીઓ સ્થિર સ્થિતિમાં છે. આજે અમદાવાદમાં નવા ૨૫ કેસ સપાટી ઉપર આવ્યા હતા. કુલ ૩૪ કેસ સવારે ૧૦ વાગ્યા બાદ સપાટી ઉપર આવ્યા હતા. દર્દીઓની વિગતની વાત કરવામાં આવે તો હજુ સુધી ૧૪૨૫૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૫૭૨ પોઝિટિવ આવ્યા છે અને ૧૨૯૭૦ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ રહ્યા છે. ૭૦૯ના પરિણામ હજુ મળ્યા નથી. બીજી બાજુ આજે કોઇપણ વ્યÂક્તનું મોત થયું ન હતું. સાત લોકોને કોરોના સામે જંગ જીત્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. આજે જે ૩૪ કેસ નોંધાયા છે તે પૈકી ૧૮ પુરુષ અને ૧૬ મહિલાઓનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૩૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૬૦ પોઝિટિવ રહ્યા છે. ૧૭૬૭ નેગેટિવ પરિણામ રહ્યા છે. ક્વોરનટાઈન ફેસિલીટીની વાત કરવામાં આવે તો હોમ ક્વોરનટાઈનમાં રહેલા દર્દીઓની સંખ્યા ૧૨૫૮૪ છે જ્યારે સરકારી ફેસિલિટીમાં ક્વોરનટાઈન હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૪૪૨ નોંધાઈ છે. પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરનટાઈન હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૭૮ નોંધાઈ છે. કુલ ક્વોરનટાઈન હેઠળ રહેલા લોકોની સંખ્યા ૧૪૨૦૪ નોંધાઈ છે. રાજ્યમાં કોરોનાને લઇને સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. રાજયમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના હોટસ્પોટ સ્થાનોએ સરકાર અને તંત્ર દ્વારા મહત્તમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેના કારણે હાલ રાજયમાં કોરોના પોઝિટિવના કેસોમાં આટલો ઉછાળો અથવા તો વધારો નોંધાઇ રહ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરા રાજ્યમાં હોટસ્પોટ તરીકે નોંધાઈ ગયા છે. કારણ કે, આ બે જગ્યા પર જ સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કેસોની સંખ્યા ૩૨૦ ઉપર પહોંચી ચુકી છે જ્યારે એકલા અમદાવાદમાં ૧૩ લોકોના મોત થઇ ચુક્યા છે. આવી જ રીતે સુરતમાં કેસોની સંખ્યા ૩૩ પર પહોંચી છે. વડોદરામાં ૧૦૭ કેસ નોંધાઈ ચુક્યા છે. જે વિસ્તારમાં વધુ કેસો નોંધાઈ રહ્યા છે તેના પર તંત્રની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગુજરાતમાં દેશના અન્ય ભાગોની જેમ જ કોરોનાના કેસોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત રહેલા રાજ્યોમાં હવે ગુજરાત પણ સામેલ થઇ ગયું છે. આજે જે સાત દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા તે પૈકી પાટણમાં ચાર લોકોને રજા આપવામાં આવી હતી જ્યારે ગાંધીનગરમાં કોરોના સામે જંગ જીત્યા બાદ એકને રજા આપવામાં આવી હતી. આવી જ રીતે રાજકોટમાં પણ એકને રજા આપવામાં આવી હતી. રાજ્ય સરકાર જુદી જુદી રીતે માહિતી મેળવવાના તમામ પ્રયાસો કરી રહી છે. ચકાસણીની પ્રક્રિયા પણ તીવ્ર કરવામાં આવી છે. રાજ્યમાં ખાસ કોરોના હોÂસ્પટલો પણ ઉભી કરવામાં આવી છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. આવતીકાલે લોકડાઉનની અવધિ પૂર્ણ થઇ રહી છે ત્યારે ગુજરાતમાં લોકડાઉનને લંબાવવામાં આવશે કે કેમ તે મોટો પ્રશ્ન થયેલો છે. નિષ્ણાતોના કહેવા મુજબગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે અહીં રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. લોકડાઉનને લંબાવવાના સંદર્ભમાં આવતીકાલે વડાપ્રધાન મોદી દ્વારા સવારે ૧૦ વાગે જાહેરાત કરવામાં આવનાર છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)