ગુજરાતદેશ દુનિયા

મોદીનું આજે રાષ્ટ્રને સંબોધન થશે , કરોડો લોકોમાં ઉત્સુકતા, લોકડાઉનની અવધિ આજે પૂર્ણ થશે ત્યારે મોદીનું સંબોધન

મોદીનું આજે રાષ્ટ્રને સંબોધન થશે , કરોડો લોકોમાં ઉત્સુકતા, લોકડાઉનની અવધિ આજે પૂર્ણ થશે ત્યારે મોદીનું સંબોધન

કોરોના વાયરસના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં જે લોકડાઉનની સ્થિતિ છે તે આવતીકાલે ખતમ થશે કે કેમ તે ફેંસલો આવતીકાલે સવારે જ થશે. આવતીકાલે સવારે ૧૦ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરનાર છે. હજુ સુધી કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા હાથ લાગી નથી જેથી લોકડાઉન-૨ નક્કી છે પરંતુ કેટલીક રાહતો ચોક્કસ વિસ્તારોમાં મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હજુ સુધી કોરોનાના કારણે હાલત કફોડી બનેલી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લાગી રહી છે કે, લોકડાઉનની અવધિ આગળ વધશે. જા કે મોદીએ આજે કોઇ વાત કરી ન હતી પરંતુ આવતીકાલે મંગળવારના દિવસે સવારે ૧૦ વાગે રાષ્ટ્રને સંબોધન કરનાર છે. લોકડાઉનના બીજા તબક્કામાં કેટલીક રાહતો મળનાર છે તેવા સંકેત મળવા લાગી ગયા છે. મોદી સરકાર તરફથી બીજા તબક્કામાં લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ પંજાબ, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યો પહેલાથી જ લોકડાઉનની અવધિ વધારી ચુક્યા છે. ઓરિસ્સા અને બંગાળમાં પણ લોકડાઉનની અવધિ વધી ચુકી છે. મોટાભાગના રાજ્યો તરફથી લોકડાઉનને વધારવા માટેની વાત કરી છે પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. આવી સ્થિતિ માં બીજા તબક્કામાં લોકડાઉન નિશ્ચિત છે. હાલના દિવસોમાં જ્યારે વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી ત્યારે મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉનને વધારવાની વાત કરી હતી.
હવે સવાલ એ છે કે, લોકડાઉનની અવધિ વધશે કે કેમ. જા લોકડાઉન વધશે તો કયા પ્રકારથી વધશે તેને લઇને પણ ચર્ચા છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આવતીકાલે સવારે જ્યારે મોદી દેશને સંબોધન કરશે ત્યારે લોકડાઉન-૨ની જાહેરાત કરશે. સાથે સાથે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, કેટલીક રાહતો પણ મળી શકે છે. જાન ભી જહાન ભી જેવા શબ્દોનો ઉપયોગ કરીને મોદીએ બીજા તબક્કામાં લોકડાઉનને લંબાવવાના સંકેત આપી દીધા છે. જા કે ચિત્ર આવતીકાલે સવારે સ્પષ્ટ થશે. હકીકતમાં લોકડાઉનના કારણે દેશને ભારે નુકસાન થઇ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ કહ્યું છે કે, લોકડાઉન-૨માં લોકોની આજીવિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મોદીએ કેન્દ્રીય પ્રધાનોને ઓફિસમાં જઇને કામ કરવા પણ સૂચના આપી દીધી છે. લોકડાઉનના પરિણામ સ્વરુપે ભારે નુકસાન થઇ રહ્યું છે. ભારત પહેલાથી જ આર્થિક મંદીમાં છે ત્યારે અર્થવ્યવસ્થાને કાબૂમાં લેવા માટે પણ પગલા જરૂરી છે. આજે કેન્દ્રીય મંત્રીઓ પોતપોતાની ઓફિસમાં પહોંચ્યા હતા. અર્થવ્યવસ્થા અને મજુરોની સ્થિતિને ધ્યાનમાં લઇને સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને ખોલી શકે છે. મિટિંગમાં મોદીને સૂચન કરવામાં આવ્યું હતું કે, ફેક્ટરી મજુરો રહીને કામ કરે અને સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે ત્યાં જ રહે. ઘરે ન આવે. આવા કારખાનામાં કામ કરનાર મોટાભાગના લોકો કેમ્પમાં રહે છે. તેમને સ્પેશિયલ ટ્રેન અને બસની મદદથી ફેક્ટ્રીમાં પહોંચાડી શકાય છે. સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન આ રીતે જ કામગીરી થશે. ટેક્સટાઈલ, ઓટો મોબાઇલ, ઇલેક્ટ્રીટ ચીજવસ્તુઓ બનાવનાર કંપનીઓ ખુલી શકે છે. હાઉસિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની સાથે માર્ગો ઉપર કામ કરનારને મંજુરી મળી શકે છે. મોબાઇલ, ઇલેક્ટ્રીક રિપેરની દુકાન, અન્યને મંજુરી મળી શકે છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button