આરોગ્યગુજરાતદેશ દુનિયા

દેશના કેટલાક ભાગમાં ૨૦ એપ્રિલ બાદ રાહત મળી શકે , કોરોનાના કેસો પર બ્રેક મુકાશે ત્યાં શરતી રાહત

દેશના કેટલાક ભાગમાં ૨૦ એપ્રિલ બાદ રાહત મળી શકે , કોરોનાના કેસો પર બ્રેક મુકાશે ત્યાં શરતી રાહત

ભારતમાં કોરોના વાયરસના ૧૦૦૦૦થી પણ વધુ કેસો થઇ ચુક્યા છે. કોરોનાથી પીડિત ૩૩૯થી વધુ દર્દીઓના મોત થઇ ચુક્યા છે. આવી Âસ્થતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને ત્રીજી મે સુધી વધારવાની જાહેરાત કરી છે. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું છે કે, કેટલાક વિસ્તારને ૨૦મી એપ્રિલ બાદ છુટછાટ આપવામાં આવી શકે છે. જા કે, આના માટે ખુબ જ કઠોર શરતો પાળવી પડશે. કેટલાક એવા શહેર છે જ્યાં ૨૦મી એપ્રિલથી લોકડાઉન ખુલી શકે છે. ત્રીજી મે સુધી લોકડાઉનના સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલે બુધવારના દિવસે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરશે. ૨૦મી એપ્રિલ સુધી કોરોના ઉપર અંકુશ મેળવી લેનાર વિસ્તારને લોકડાઉનમાં રાહત મળી શકે છે જ્યાં હોટસ્પોટ નથી, જે વિસ્તારમાં હોટસ્પોટ ઉભા થવાની આશંકા ઓછી થઇ છે તે વિસ્તારને પણ રાહત મળી શકે છે. જા કે, આના માટે શરતો લાગૂ કરવામાં આવશે. ૨૦મી એપ્રિલ સુધી દરેક વિસ્તાર, દરેક પોલીસ સ્ટેશન વિસ્તાર, દરેક રાજ્ય પર ઝીણવટભરી નજર રાખવામાં આવશે. લોકડાઉનને કેટલું પાળવામાં આવ્યું છે તેના પર નજર રાખવામાં આવશે. આ તમામ બાબતો ખરા ઉતરનારને રાહત મળી શકે છે. ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો જેમ કે કર્ણાટક, છત્તીસગઢ, બિહાર, હરિયાણાના કેટલાક જિલ્લામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે પરંતુ અહીં ખુબ કઠોર નિયમ પાળવા પડશે. આ વિસ્તારોમાં એજ વખતે છુટ મળશે જ્યારે સ્થિતિ સાનુકુળ થશે. છત્તીસગઢમાં રાજનંદગાંવ, દુર્ગ અને વિલાસપુરમાં રાહત મળી શકે છે. કર્ણાટકમાં દેવનગરી, ઉડ્ડુપી, કોડગુ, મહારાષ્ટ્રમાં ગોંદિયા, હરિયાણામાં પાનીપત, રોહતક, સિરસા, બિહારમાં પટણા, નાલંદા, મુંગેરમાં રાહત મળી શકે છે જ્યારે મણિપુરમાં પશ્ચિમ ઇમ્ફાલમાં રાહત મળી શકે છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં છેલ્લા ૧૪ દિવસથી કોઇ કેસ આવ્યા નથી. આવી સ્થિતિમાં આવા રાજ્યોને પણ રાહત મળી શકે છે. સૌથી પહેલા તો ૨૦મી એપ્રિલ સુધી જ્યાં કેસ આવ્યા નથી તે વિસ્તારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે. જા આજ પ્રવાહ રહેશે તો ચોક્કસ વિસ્તારોને રાહત આપવામાં આવશે પરંતુ આના માટે કઠોર શરતોને પાળવી પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગની બાબત ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button