ગુજરાતદેશ દુનિયા

૮૦ કરોડને ત્રણ મહિના સુધી મફત અનાજ આપવા ફેંસલો , લોકડાઉન-૨ની જાહેરાત બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

૮૦ કરોડને ત્રણ મહિના સુધી મફત અનાજ આપવા ફેંસલો , લોકડાઉન-૨ની જાહેરાત બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

દેશમાં લોકડાઉનની અવધિ ત્રીજી મે સુધી વધારી દેવાની સાથે જ સરકારે ગરીબોની રાહત યોજનાની પણ જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકારે આગામી ત્રણ મહિના સુધી ૮૦ કરોડ ગરીબોને દર મહિને પાંચ-પાંચ કિલો અનાજ મફતમાં આપવાની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રાલય અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ગૃહમંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલીલા શ્રીવાસ્તવે કહ્યું હતું કે, જરૂરી વસ્તુઓ અને સેવાઓની સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું હતું કે, વિવિધ પગલા સરકાર તરફથી લેવાઈ રહ્યા છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૮૦ કરોડ લોકોને આગામી ત્રણ મહિના સુધી તેમની પસંદ મુજબ પાંચ કિલો ઘઉં અથવા તો ચોખા પ્રતિ મહિને મફતમાં આપવામાં આવશે. ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, આના માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વધારાના અનાજનો જથ્થો આપી દેવામાં આવ્યો છે. ૧૩મી એપ્રિલ ૨૦૨૦ સુધી ૨૨ લાખ ટનથી વધારે અનાજનો જથ્થો એફસીઆઈના જથ્થામાંથી નિકળી ચુક્યો છે. સાથે સાથે ગૃહમંત્રાલયના કન્ટ્રોલરુમ જરૂરી વસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા માટે ૨૪ કલાક સ્થિતિ પર નજર રાખે છે. સાથે સાથે હેલ્પલાઈન મારફતે જરૂરવાળા લોકોને મદદ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે મજુરોની સમસ્યા તરફ ખાસ ધ્યાન આપ્યું છે. આના ભાગરુપે મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ખાસરીતે મજુરોની સમસ્યાઓના ઉકેલ માટે સમગ્ર દેશમાં ૨૦ ફરિયાદ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. આ કેન્દ્રો ચીફ લેબર કમિશનરની દેખરેખ હેઠળ કામ કરે છે. હેલ્પલાઈનની વિસ્તૃત માહિતી શ્રમ અને રોજગાર મંત્રાલયની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૬મી માર્ચના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામને ૧.૭૮ લાખ કરોડ રૂપિયાના વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી હતી. ૧૩મી એપ્રિલ સુધી ૩૨ કરોડ લાભાર્થીઓને બીબીટી મારફતે ૨૯૩૫૨ કરોડ રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યા છે. આ રોકડ રકમની સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૫.૨૯ કરોડ લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા લવ અગ્રવાલે કહ્યું હતું કે, બેંક ખાતાઓમાં આવી રહેલી સહાય રકમ ઉપાડવા માટે બેંકોની આગળ લાગી રહેલી ભીડ ઉપર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. આ સમસ્યાને દૂર કરવા માટે સ્વસહાયતા ગ્રુપની મહિલાઓની મદદ લેવામાં આવી રહી છે. ફિલ્ડ લેવલ પર સ્વસહાયતા ગ્રુપો સાથે જાડાયેલી મહિલાઓ બેંક મિત્રની ભૂમિકા અદા કરીને પીએમ જનધન યોજના, પીએમ કિસાન યોજના, રોજગાર ગેરંટી યોજના હેઠળ આવી રહેલા પૈસાઓના સંદર્ભમાં મદદ કરી રહી છે. આ પૈસા લાભાર્થીઓને બેંક પહોંચ્યા વગર મળી રહે તે માટે મદદ કરવામાં આવી રહી છે. જુદી જુદી રીતે લોકોને રાહત આપવાના પ્રયાસ થઇ રહ્યા છે. લવ અગ્રવાલે કહ્યું હતું કે, આરોગ્ય મંત્રાલય તરફથી હજુ સુધી ૨૧૮ લાઇફલાઈન ઉંડાણ ફ્લાઇટો મારફતે ૩૭૭.૫ ટન જરૂરી તબીબી સાધનો પહોંચાડવામાં આવ્યા છે. જ્યા વધારે વસ્તી છે ત્યાં કોરોનાને ફેલાવતા રોકવા માટે પણ પગલા લેવાઈ રહ્યા છે. જેમાં કોમ્યુનિટી શેરિંગ ટોયલેટ, ન્હાવાધોવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. અગ્રવાલે કહ્યું હતું કે, કોરોનાના હજુ સુધી ૧૦૩૬૩ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. ૧૩મી એપ્રિલ સુધી એક જ દિવસમાં ૧૭૯ લોકો સ્વસ્થ થયા હતા. મોતનો આંકડો ૩૪૦થી વધારે દર્શાવવામાં આવ્યો છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button