કોરોનાને લઇ બે ત્રણ સપ્તાહ ખુબ નિર્ણાયક હશે : હર્ષવર્ધનનો ધડાકો , ૧૭૦ જિલ્લાઓ હોટસ્પોટ અને ૨૦૭ નોન હોટસ્પોટ જાહેર કરાયા
કોરોનાને લઇ બે ત્રણ સપ્તાહ ખુબ નિર્ણાયક હશે : હર્ષવર્ધનનો ધડાકો , ૧૭૦ જિલ્લાઓ હોટસ્પોટ અને ૨૦૭ નોન હોટસ્પોટ જાહેર કરાયા
કોરોના વાયરસ કેસોના ફેલાવવા અને તેની વધતી જતી કેસોની સંખ્યાના સંદર્ભમાં અને દેશમાં કોરોનાની સ્થિતિના મામલામાં આજે આરોગ્ય મંત્રાલય, ગૃહમંત્રાલય અને સંબંધિત વિભાગો દ્વારા તમામ આંકડા જારી કરવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલય દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કોરોનાના કેસો વધ્યા છે પરંતુ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના હજુ સુધી કોઇ વધારે મામલા નથી. લોકલ ફેલાવવાના સમાચાર જ મળી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૭૬થી વધુ કોરોના કેસો સપાટી ઉપર આવ્યા છે. સાથે સાથે મંત્રાલયના કહેવા મુજબ જે વિસ્તારમાં અથવા તો જે જિલ્લામાં કેસો નોંધાયા છે પરંતુ હોટસ્પોટ નથી તે વિસ્તારમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકડાઉનની સમય મર્યાદા ત્રીજી મે સુધી વધારી દેવામાં આવ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટને વધુ મજબૂત કરી રહી છે. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા લવ અગ્રવાલે કહ્યું હતું કે, જિલ્લાઓને સ્પેશિયલ કોવિડ સેન્ટર તૈયાર કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ક્લિનિકલ મેનેજમેન્ટની વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. જે જિલ્લામાં હજુ સુધી કોરોના વાયરસના કેસો આવ્યા નથી તે જિલ્લાઓને સંક્રમણથી દૂર રાખવાના પ્રયાસો થઇ રહ્યા છે. એક જિલ્લાની નિષ્ફળતા સમગ્ર દેશની નિષ્ફળતાનું કારણ બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, કેબિનેટ સચિવના નેતૃત્વમાં રાજ્યોની સાથે વિડિયો કોન્ફરન્સિંગ થઇ છે. આ મિટિંગમાં કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી ફિલ્ડ લેવલને મેનેજ કરવાના સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી. અગ્રવાલે કહ્યું હતું કે, બફર ઝોનમાં તમામ આરોગ્ય સુવિધા આપવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનમાં સ્પેશિયલ ટીમ મારફતે સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવશે. સમગ્ર દેશના તમામ જિલ્લાને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરાયા છે જેમાં હોટસ્પોટ, નોન હોટસ્પોટ અને ગ્રીન ઝોન ડિસ્ટ્રીક્ટનો સમાવેશ થાય છે. હોટસ્પોટ એ જિલ્લાઓ છે જ્યાં વધારે કેસ આવી રહ્યા છે અથવા તો કોરોના ફેલાવાનો દર ઉંચો છે. જ્યાં કોરોનાના એક બે કેસો આવી રહ્યા છે તેમને નોન હોટસ્પોટ તરીકે ગણવામાં આવ્યા છે. આવી જ રીતે જ્યાં એક પણ કેસ આવ્યા નથી તેમને ગ્રીનઝોન કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે ક્ષેત્ર વાયરસથી હોટસ્પોટ નથી તેમને ૨૦મી બાદ રાહતો મળશે. ગ્રામિણ ક્ષેત્રની અર્થવ્યવસ્થા તીવ્ર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને આજે કહ્યું હતું કે, આગામી બે ત્રણ સપ્તાહ કોરોનાને હાથ ધરવા માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે. લોકડાઉન દરમિયાન શરાબનું વેચાણ કરવાની મંજુરી ન આપવા રાજ્યોને ચેતવણી આપવામાં આવી છે. ભારતમાં કુલ કેસોની સંખ્યા ૧૨ હજારની નજીક પહોંચી છે જ્યારે મોતનો આંકડો ૩૯૨ સુધી પહોંચ્યો છે. હર્ષવર્ધને કહ્યું હતં કે, ભારત એવા દેશોમાં સામેલ છે જે દેશે ૭મી જાન્યુઆરીના દિવસે ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યા બાદ જ કામ શરૂ કરી દેવાયું હતું. હર્ષવર્ધનના કહેવા મુજબ અમે હેલ્થ એડવાઇઝરી જારી કરી દીધી હતી. સરકારી સુત્રોએ કહ્યું છે કે, લોકડાઉનમાં શરાબની દુકાનો નહીં ખોલવા કહેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ ૧૭૦ જિલ્લા હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ૨૦૭ જિલ્લા નોન હોટસ્પોટ જાહેર થયા છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)