આ વર્ષમાં દેશમાં સામાન્ય મોનસુનની પરિસ્થિતિ હશે , આઈએમડી દ્વારા આગાહીથી ખુશીનું મોજુ
આ વર્ષમાં દેશમાં સામાન્ય મોનસુનની પરિસ્થિતિ હશે , આઈએમડી દ્વારા આગાહીથી ખુશીનું મોજુ
કોરોના વાયરસની મહામારી વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. આ સારા સમાચાર એ છે કે, આ વખતે મોનસુન સામાન્ય રહેશે. ભારતીય હવામાન વિભાગ તરફથી આજે ૨૦૨૦ માટેના મોનસુન સાથે સંબંધિત પ્રથમ અંદાજ જારી કરવામાં આવ્યો હતો જેમાં હવામાન વિબાગ તરફથી આ સિઝનમાં સામાન્ય મોનસુનની આગાહી કરવામાં આવી છે. દેશના અલગ અલગ હિસ્સામાં મોનસુન અલગ અલગ સમયે પહોંચે છે અને પરત ફરે છે. હવામાન વિભાગના કહેવા મુજબ કેરળમાં મોનસુનની એન્ટ્રી પહેલી જૂનના દિવસે થઇ જશે. સામાન્યરીતે દેશમાં મોનસુનની એન્ટ્રી પહેલી જૂનના દિવસે કેરળના દરિયાકાંઠા ઉપર થાય છે. ભારતમાં જૂનથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન મોનસુનની સિઝન હોય છે. મોનસુનની સીધી સીધી અર્થવ્યવસ્થા પર અસર થાય છે. સામાન્ય મોનસુનની ભવિષ્યવાણી ખેડૂતો માટે ખુબ સારી રહી છે. કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે દેશમાં આર્થિક પ્રવૃત્તિ ભાંગી પડી છે અને લોકડાઉનનો ગાળો ચાલી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી સામાન્ય મોનસુનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ઉપરાંત પ્રાઇવેટ ફોરકાસ્ટર સ્કાયમેટ દ્વારા પણ હવામાનની આગાહી કરવામાં આવે છે. જા કે, આ વખતે તેના તરફથી કહેવામાં આવ્યું છે કે, વ્યૂહાત્મક કારણોથી તે ૨૦૨૦ માટે હવામાનનો અંદાજ બતાવશે. આગામી વર્ષથી એટલે કે ૨૦૨૧થી સ્કાયમેટ વધુ સારી તૈયારીની સાથે હવામાન અંગે વધુ સચોટ આગાહી કરી શકશે. આ વખતે આઈએમડીની આગાહી ઉપર જ તમામ બાબતો આધારિત રહેશે. આના માટેની આગાહી પર નજર પણ રાખવામાં આવી રહી છે. સરકારની સાથે સાથે તમામ કારોબારીઓ માટે પણ આ આગાહી હંમેશા ઉપયોગી રહે છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)