લોકડાઉંન – 2 કોને કોને રાહતો મળી છે, અને કોને રાહત નથી મળી ? આજે કેન્દ્ર સરકારે કઠોર માર્ગદર્શિકા અથવા તો ગાઇડલાઇન્સ જારી કરી હતી
લોકડાઉંન – 2 કોને કોને રાહતો મળી છે, અને કોને રાહત નથી મળી ? આજે કેન્દ્ર સરકારે કઠોર માર્ગદર્શિકા અથવા તો ગાઇડલાઇન્સ જારી કરી હતી
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લોકડાઉન-૨ની જાહેરાત મંગળવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યાના એક દિવસ બાદ આજે કેન્દ્ર સરકારે કઠોર માર્ગદર્શિકા અથવા તો ગાઇડલાઇન્સ જારી કરી હતી. કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ જારી કરીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, હાલમાં સ્થિતિ એવી જ રહેશે જેવી છેલ્લા ૨૧ દિવસમાં રહી છે. સ્કુલ, કોલેજા બંધ રહેશે. શિક્ષણ સંસ્થાઓ, કોચિંગ કેન્દ્રો, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા, ટ્રેન સેવાઓ ત્રીજી મે સુધી બંધ રહેશે. સિનેમા હોલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, જીમ, રમતગમતના સંકુલો, સ્વિમિંગપુલ, બાર ત્રીજી મે સુધી બંધ રહેશે.
કોને કોને રાહત મળી છે ?
• ખેતી સાથે સંબંધિત તમામ ગતિવિધીઓ ચાલુ રહેશે
• ખેડૂતો અને કૃષિ મજુરોને હાર્વેસ્ટિંગ સાથે જાડાયેલા કામ કરવાની મંજુરી
• કૃષિ સંશાધનોની દુકાનો, રિપેરિંગ અને સ્પેરપાટ્ર્સની દુકાનો ખુલ્લી રહેશે
• ખાતર, બિયા, જંતુનાશકોના નિર્માણ અને વિતરણની ગતિવિધિ ચાલુ રહેશે
• કાપણી સાથે જાડાયેલી મશીનો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઇ જવા પર છુટછાટ રહેશે
• મછલીપાલન સાથે જાડાયેલી ગતિવિધિ અને પરિવહન ચાલુ રહેશે
• દૂધ ઉત્પાદનના પ્લાન્ટ અને તેમના સપ્લાય ચાલુ રહેશે
• પ્રાણીઓના ચારા સાથે જાડાયેલા પ્લાન્ટ, રો-મટિરિયલ્સ પુરવઠો ચાલુ રહેશે
• ગ્રામિણ ક્ષેત્રોમાં કામ કરનાર ઉદ્યોગોને છુટછાટ
• સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મેન્યુફેક્ચરિંગ અને બીજા ઔદ્યોગિક એકમોને શરતો સાથે મંજુરી
• મેન્યુફેક્ચર કંપનીઓ અને એકમોને વર્કરોને જાળવવા પડશે
• કિરાણાની દુકાનો, રેશનિંગની દુકાનો, ફળફળાદી, શાકભાજી, મિટ, મછલી, પોલ્ટ્રી, ડેરી, મિલ્ક દૂધની દુકાનો ખુલ્લી રહેશે
• પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાને છુટછાટ રહેશે
• ડીટીએચ અને કેબલ સર્વિસને પણ છુટછાટ રહેશે
• આઈટી સાથે જાાયેલી કંપનીઓને વર્કફોર્સના ૫૦ ટકા સ્ટ્રેન્થ સાથે કામ કરવાની મંજુરી
• ઇ-કોમર્સ કંપનીઓની ગતિવિધિ તથા તેમના ઓપરેટરોની ગાડીઓને છુટછાટ રહેશે
• સરકારી કામમાં લાગેલા ડેટા અને કોલ સેન્ટરને મંજુરી
• પ્રાઇવેટ સિક્યુરિટી સર્વિસને મંજુરી
• હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક, ટેલિમેડિસિનની સુવિધા ચાલુ રહેશે
• દવાખાના, દવાની દુકાનો, ફાર્મસી, તમામ પ્રકારની દવાની દુકાનો, જન ઔષધી કેન્દ્રો અને મેડિકલ સાધનોની દુકાનો ખુલ્લી રહેશે
• ફાર્માસ્યુટીકલ અને મેડિકલ રિસર્ચ લેબ જારી રહેશે
• ડ્રગ્સ, ફાર્મા, મેડિકલ સાધનો, મેડિકલ ઓક્સિજન, પેકેજિંગ મટિરિયલ્સ, રો-મટિરિયલ્સ બનાવતી કંપનીઓ ચાલુ રહેશે
• એમ્બ્યુલન્સના નિર્માણ સહિત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી જારી રહેશે
• કૃષિ પેદાશોની પ્રાપ્તિમાં સામેલ રહેલી સંસ્થાઓ, એમએસપીની ઓપરેશન પ્રક્રિયા ચાલુ રહેશે
• એપીએમસી દ્વારા ઓપરેટેડ મંડીઓ જારી રહેશે
• એગ્રીકલ્ચર મશીનરોની દુકાનો જારી રહેશે
• રિઝર્વ બેંક, આરબીઆઈ રેગ્યુલેટ ફાઇનાન્સિયલ માર્કેટો, એનપીસીઆઈ, સીસીઆઈએલ, પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોની સેવા ચાલુ રહેશે
• બેંકિંગ ઓપરેશન માટે આઈટી વેન્ડર, એટીએમ અને બેંક શાખાઓ ચાલુ રહેશે
• બીબીટી કેસ ટ્રાન્સફરની પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી બેંક શાખાઓને નોર્મલ કલાકો સુધી કામ કરવાનું રહેશે
• બેંક શાખા પર પુરતા સુરક્ષા જવાનો પુરા પાડવાના રહેશે
• સેબી અને કેપિટલ તથા ડેબ્ટ માર્કેટની સેવાઓ ચાલુ રહેશે
• ઇન્સ્યોરન્સ કંપનીઓ અને આઈઆરડીઆઇ કંપનીઓ ચાલુ રહેશે
• બાળકો, વિકલાંગો, માનસિકરીતે બિમાર લોકો માટેના આવાસ પર ઓપરેશન ચાલુ રહેશે
• નવજાત શિશુઓની દેખરેખ રાખતા હોસ્પિટલ ચાલુ રહેશે
• આંગણવાડીનું કામ ચાલુ રહેશે
• દૂરદર્શન અને અન્ય શૈક્ષણિક ચેનલોના મહત્તમ ઉપયોગ માટે કામ થશે
• સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્કની સાથે મનરેગાના કામ ચાલુ રહેશે
• સિંચાઈ અને જળ જતન કામને મનરેગા હેઠળ પ્રાથમિકતા મળશે
• સિંચાઈ અને જળજતન સેક્ટરમાં કેન્દ્ર અને રાજ્યની સ્કીમો ચાલુ રહેશે
• પેટ્રોલ-ડિઝલ, કેરોસીન, સીએનજી, એલપીજીનું વિતરણ જારી રહેશે
• પોસ્ટલ સર્વિસ અથવા તો ટપાલ સેવા યથાવતરીતે જારી રહેશે
• સેનિટેશન અને વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં ઓપરેશન ચાલુ રહેશે
• ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સેવા ચાલુ રહેશે
• તમામ માલગાડીઓની સેવા યથાવતરીતે ચાલુ રહેશે
• એરપોર્ટ ખાતે માલવાહક વિમાનોની અવરજવરને મંજુરી રહેશે
• ટ્રક રિપેરિંગ, હાઈવે પર ઢાબા ચોક્કસ ડિસ્ટેન્સ રાખીને ચાલુ રખાશે
• જરૂરી ચીજવસ્તુઓના પુરવઠા માટે તમામ સુવિધા ચાલુ રહેશે
• ગ્રામ પંચાયતોમાં જરૂરી સેવા ચાલુ રહેશે
• બંદર, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસની સુવિધાઓ ચાલુ રહેશે
• હોટલો, હોમ સ્ટે, મોટેલ અને અન્ય સુવિધાઓ યથાવતરીતે ચાલશે
• ગ્રામીણ વિસ્તારમાં ઓપરેશનમાં રહેલા ઇન્ડસ્ટ્રીને મંજુરી
• આઈટી હાર્ડવેર બનાવતી કંપનીઓને મંજુરી
• કોલસા ઉત્પાદન, માઇન્સ, મિનિરલ પ્રોડક્શનનું કામ ચાલશે
• જ્યુટ ઇન્ડસ્ટ્રી સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે ચાલશે
• તેલ અને ગેસ સંશોધનની પ્રક્રિયા ચાલુ રહેશે
• ગ્રામિણ વિસ્તારોમાં ઇંટ નિર્માણનું કામ ચાલુ રહેશે
• માર્ગો, સિંચાઈ પ્રોજક્ટો, ઇમારતો અને તમામ પ્રકારના ઔદ્યોગિક પ્રોજેક્ટો ગ્રામિણ વિસ્તારમાં શરતો સાથે ચાલુ રહેશે
• રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટો ચાલુ રહેશે
• પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર, ઇમરજન્સી સર્વિસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જેલ અને મ્યુનિસિપલ સર્વિસ કોઇ નિયંત્રણ વગર ચાલુ રહેશે
હજુ કોને મંજુરી મળી નથી , ત્રીજી સુધી લગ્ન પ્રસંગ યોજાઈ શકશે નહીં
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લોકડાઉન-૨ની જાહેરાત મંગળવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યાના એક દિવસ બાદ આજે કેન્દ્ર સરકારે કઠોર માર્ગદર્શિકા અથવા તો ગાઇડલાઇન્સ જારી કરી હતી. કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ જારી કરીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, હાલમાં સ્થિતિ એવી જ રહેશે જેવી છેલ્લા ૨૧ દિવસમાં રહી છે. સ્કુલ, કોલેજા બંધ રહેશે. ત્રીજી મે સુધી કઇ સેવાઓ અને સુવિધાઓ બંધ રહેશે તે નીચે મુજબ છે.
• લગ્ન પ્રસંગના કાર્યક્રમો હાલમાં બંધ રહેશે
• જીમ સંબંધિત ફિટનેસ સેન્ટરો પણ બંધ રહેશે
• તમામ પ્રકારના ધાર્મિક સ્થળોને હાલ બંધ રખાશે
• માલગાડી સિવાયની તમામ પેસેન્જર સેવા ટ્રેનોની બંધ રહેશે
• સુરક્ષાના હેતુ સિવાયની તમામ પ્રકારની યાત્રીઓની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ
• જાહેર પરિવહન માટેની બસ સેવા હાલમાં બંધ રહેશે
• ચોક્કસ માર્ગદર્શિકા હેઠળ આપવામાં આવેલી પરવાનગી સિવાય મેડિકલના કારણો વગરની આંતરરાજ્ય પરિવહન અને આંતર જિલ્લાની પરિવહન સેવા બંધ રહેશે
• તમામ ઔદ્યોગિક અને કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ રહેશે
• ઓટો રિક્શા અને સાયકલ રિક્શા સહિત ટેક્સીઓ અને કેબ સેવાઓ બંધ રહેશે
• તમામ સિનેમા હોલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગપુલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે
• તમામ સામાજિક ્ને રાજકીય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો પર બ્રેક રહેશે
• મંદિર અને મસ્જિદ સહિત તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે
• અંતિમસંસ્કાર, દફનવિધિના મામલાઓમાં પણ ૨૦થી વધુ લોકોને પરવાનગી અપાશે નહીં
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)