ભારતને નીચલા સ્તરના પીપીઇ કિટ સપ્લાય થયા , કોરોના સંકટ વચ્ચે ચીનની શરમજનક હરકત , ચીનમાંથી આવેલી ૧.૭૦ લાખ પીપીઇ કિટ્સ પૈકી કુલ ૫૦ હજાર ક્વોલિટી ટેસ્ટમાં ફેઇલ : અહેવાલમાં ઘટસ્ફોટ
ભારતને નીચલા સ્તરના પીપીઇ કિટ સપ્લાય થયા , કોરોના સંકટ વચ્ચે ચીનની શરમજનક હરકત , ચીનમાંથી આવેલી ૧.૭૦ લાખ પીપીઇ કિટ્સ પૈકી કુલ ૫૦ હજાર ક્વોલિટી ટેસ્ટમાં ફેઇલ : અહેવાલમાં ઘટસ્ફોટ
demo Image
દેશમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇકવીપમેન્ટ ( પીપીઇ)ની કમીની સમસ્યાથી કોઇ રાહત મળી રહી નથી. આ મામલાની સાથે જાડાયેલી એક વ્યક્તિએ માહિતી આપતા કહ્યુ છે કે ચીનમાંથી આવેલા આ મહત્વપૂર્ણ ચીજા કેટલીક ચીજાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. કારણ કે ભારતમાં કરવામાં આવેલા સુરક્ષા ટેસ્ટમાં આ સાધનો ફેઇલ રહ્યા છે. ચીન આ ઉપકરણનો જથ્થો મોકલનાર દુનિયાના સૌથી પ્રમુખ દેશ પૈકી એક છે. સમગ્ર વિશ્વમાં ચીને નબળા સ્તરના કિટ મોકલીને નવી સમસ્યા સર્જી દીધી છે. દુનિયાની સામે હાલમાં કોરોના સંકટની સ્થિતિ છે ત્યારે ચીને શરમજનક હરકત કરી છે. યુરોપિયન દેશો સહિત કેટલીક જગ્યાએ ચીને એટલા નબળા સ્તરના પીપીઇ કિટ મોકલ્યા છે જે તેમને પહેરી શકાય તેમ નથી. સોશિયલ મિડિયા પર તમામ વિડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં ચીનમાંથી મોકલી દેવામાં આવેલા પીપીઇ કિટ પહેરતાની સાથે જ ફાટી જાય છે. માસ્કના નામે પણ ચીને શરમજનક હરકત કરી છે. હાલમા ંજ ચીને પોતાના નજીકના મિત્ર પાકિસ્તાનને અંડરવેયરથી બનેલા માસ્કનો જથ્થો મોકલી દીધો હતો. હવે ભારતની સાથે પણ ચીને આવી જ મજાક કરી છે. અલબત્ત પ્રતિષ્ઠાને ફટકો પડ્યા બાદ ચીને પોતાના ત્યાં ક્વોલિટી ચેક વધારી દેવાનો નિર્ણય કર્યો છે. પાંચમી એપ્રિલ સુધી ભારતમાં ચીનમાંથી આવેલા ૧.૭૦ લાખ પીપીઇ કિટ પૈકી કેટલીક ખરાબ ગુણવત્તાવાળી છે. ૫૦૦૦૦ કિટ તો ક્વાલિટી ટેસ્ટમાં ફેઇલ છે. સુત્રોએ કહ્યુ છે કે ૩૦૦૦૦ અને ૧૦૦૦૦ પીપીઇ કિટના બે નાના કન્સાઇનમેન્ટ પણ ટેસ્ટમાં પાસ રહ્યા નથી. આ સાધનોની ચકાસણી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની ગ્વાલિયર સ્થિત લેબમાં કરવામાં આવી હતી.ચીનની આ હરકતના કારણે દુનિયાના દેશો પરેશાન થઇ રહ્યા છે. કોરોનાના પરિણામ સ્વરુપે વિશ્વના દેશોની હાલત કફોડી બની રહી છે ત્યારે ચીન દ્વારા આ પ્રકારની શરમજનક હરકત કરવામાં આવી રહી છે. અમેરિકા અને પાકિસ્તાન સહિતના દેશોમાં પણ નબળા સ્તરના સાધન સામગ્રી ચીન દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. આની ગંભીર નોંધ લેવામાં આવી રહી છે. ચીનમાંથી મોકલવામાં આવી રહેલા ૫૦૦૦૦ કિટ ક્વોલીટી ટેસ્ટમાં ફેઇલ થયા છે. આમાથી મોટાભાગે કિટ ડોનેશન તરીકે મોકલવામાં આવી છે. ભારતને દરરોજ આશરે એક લાખ પીપીઈ કિટની જરૂર છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)