આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સેવાભાવી સેવિકા રેખાબેન શર્મા દ્વારા નંદેસરીના શિવાજી ગ્રુપ ને સાથે રાખીને જરૂરિયાતમંદ પરિવારો ને અનાજ ની કીટ આપવામાં આવી
આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સેવાભાવી સેવિકા રેખાબેન શર્મા દ્વારા નંદેસરીના શિવાજી ગ્રુપ ને સાથે રાખીને જરૂરિયાતમંદ પરિવારો ને અનાજ ની કીટ આપવામાં આવી
દેશમાં કોરોના (corona virus) ને કારણે હાહાકાર મચ્યો છે. દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. સમગ્ર દેશ સાથે ગુજરાત માં 21 દિવસ ના લોકડાઉન પછી લોકડાઉન-2 લાગુ કર્યું હોવાથી, જેને કારણે મજૂરો ને અમુક લોકો ને ભોજન નથી મળી રહ્યું . રોજ કમાઈ રોજ ખાનાર પરીવાર ને અનાજ નથી મળી રહ્યું તેવામાં આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નંદેસરી ના અમુક વિસ્તાર માં ગામ ના સરપંચ ને સાથે રાખી ને વિધવા બહેનો વૃદ્ધાઓ ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
કોરોનાને કારણે રોજગાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગયો છે. કોઈ વિકલ્પ નથી રહ્યો, અનેક પરિવારો ને બે સમય ભોજન મળવું મુશ્કેલ થયું છે તેવામાં આનંદ આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ ની કીટ જરૂરિયાદ મંદ લોકો સુધી પોહચાડવાનું સેવા નું કાર્ય કરવામાં આવી રહ્યું છે
નંદેસરી હાઉસિંગબોર્ડ વિસ્તારમાં રહેતા નિઃસહાય મહિલાઓ જે રોજ કમાઈ ને રોજ ખાતા હોય તેવા વિસ્તાર માં જઈને અનાજ કરિયાણાની ની તમામ ચીજ વસ્તુ ની કીટ આપવામાં આવી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/