આરોગ્યગુજરાતદેશ દુનિયા

અનેક વખત વિવાદો માં સંપડાયેલી લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ફરી વિવાદ માં આવી! કોનાં રહેમનજર હેઠળ વિવાદો રહેલી લેકટોસ કંપની ઉપર કાર્યવાહી નથી થઈ રહી??

અનેક વખત વિવાદો માં સંપડાયેલી લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ફરી વિવાદ માં આવી! કોનાં રહેમનજર હેઠળ વિવાદો રહેલી લેકટોસ કંપની ઉપર કાર્યવાહી નથી થઈ રહી??

લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની પોઇચા ખાતે કેટલાય વર્ષો થી કાર્યરત છે, આ કંપની ભૂતકાળ માં અનેક વખત વિવાદો માં આવી ચૂકી છે, લેકટોસ કંપની સામે આજ રોજ સવાર ના સમયમાં પોઇચા ના ગ્રામજનો એ કંપની સામે દેખાવ કર્યો હતો, કંપની સામે વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું, સ્થાનિકો ના કહેવા પ્રમાણે કોરોના વાઇરસ ને અટકાવવા ના લોકડાઉન માં પણ આ કંપની રાબેતા મુજબ ચાલુજ રાખવામાં આવી હતી, આ કંપની માં વડોદરા શહેર અને અનેક ગ્રામ્ય વિસ્તાર માંથી કામદારો આવતા હોવાથી કોરોના સંક્રમણ નો ડર ગ્રામજનો અને સ્થાનિકો ને સતાવી રહ્યો છે,

સ્થાનિક આગેવાન અને સામાજિક કાર્યકર્તા ચેતનસિંહ વાઘેલા સાથે અમારા NS NEWS ના આર્યનસિંહ ઝાલા દ્વારા ફોન કોલ કરી વાત કરતા ચેતનસિંહ એ જણાવેલ કે આજે સવારથીજ કંપની માં કામ કરતા કામદારો કંપની ની બહાર હલ્લાબોલ કર્યો હતો, કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે કામદારો ને પગાર ના ચુકવતા કામદારો એ વિરોધ દર્શાવ્યો હતો, વધુ માં આ લેકટોસ ઇન્ડિયા કંપની કોરોના ના લોકડાઉન માં સરકાર શ્રી ના આદેશ નું પણ ઉલ્લઘન કરી રહી છે, કંપની માં કોરોના વાઇરસ ના ફેલાઈ એના માટે ની કોઈ સલામતી રાખવામાં આવેલ નથી, સરકારી ગાઈડલાઈન પ્રમાણે કંપની એ સેનેતાઈઝર ની પ્રક્રિયા કરેલ નથી, આ કામદારો ને સોસીયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખ્યા વગર કામ કરાવી રહી છે, કામદારો ને કોરોના વાઇરસ ના રક્ષણ માટે માસ્ક અને હેન્ડગ્લોસ આપવામાં આવેલ નથી, વધુ માં ચેતનસિંહ એ જણાવ્યું હતું કે લેકટોસ ઇન્ડિયા કંપની કામદારો ને બોનસ અને કોઈ પણ પ્રકાર ની સુવિધા નથી આપી રહી અને કામદારો નું શોષણ કરવામાં આવી રહ્યું છે,કામદારો નો પૂરતો PF પણ જમા કરવામાં નથી આવી રહ્યો, આ લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની કામદારો નું શોષણ કરી ને કામદારો ના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરી રહી છે તેમ દેખાઈ રહ્યું છે,

વધુ માં લેકટોસ કંપની ના પ્રદુષણ મુદ્દે સવાલ કરતા ચેતનસિંહ વાઘેલા એ જણાવેલ કે મારા દ્વારા અને પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી દ્વારા લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ના ગેરકાયદેસર નીકળવામાં આવતા કેમિકલ યુક્ત વેસ્ટ પાણી ની ફરિયાદો ઉચ્ચ સ્તરે અને પર્યાવરણ વિભાગ (GPCB) વડોદરા અને ગાંધીનગર કરવામાં આવેલ છે, તો પણ આ કંપની ઉપર કોઈ પણ પ્રકાર ની કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ નથી, ક્યાંક ને ક્યાંક પોલ્યુશન ને ડામવામાં GPCB એ પણ ઢીલ મૂકી દીધેલ હોય તેમ લાગી આવે છે, આ કંપની દ્વારા કેમિકલ યુક્ત વેસ્ટ પાણી સીધું મહીસાગર નદી માં છોડવાના બનાવ પણ ભૂતકાળ માં પ્રકાશ માં આવ્યા છે.વધુ માં સ્થાનિકો ના જણાવ્યા અનુસાર આ લેકટોસ ઇન્ડિયા કંપની ના માલિક ની રાજકારણીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે ઉઠક-બેઠક હોવાથી આ કંપનીને કેમિકલ યુક્ત વેસ્ટ પાણી મહીસાગર માં છોડતા કોઈ રોકી શકતું નથી બધા ની મિલીભગત હોવાથી વેસ્ટ કેમિકલ યુકત પાણી છોડવાનું રાબેતા મુજબ ચાલ્યા જ કરે છે!!
પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ક્યારે લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું!

તા 22/04/2020 ની સવાર થી જ કામદારો અને સ્થાનિકો લેકટોસ ઇન્ડિયા કંપની સામે દેખાવ કર્યા હતા, કામદારો ને કોરોના સામે સલામતી કીટ અને કામદારો ને પગાર ચૂકવવા બાબતે પોઇચા ના સરપંચે પણ રજુઆત કરી હતી,કંપની દ્વારા કામદારો ને પગાર ના ચુકવતા કામદારો માં આક્રોશ સાથે નિરાશા જોવા મળી હતી. કંપની દ્વારા કોરોના વાઇરસ ના સંક્રમણ થી બચવા કોઈ પણ પ્રકાર ની સાવચેતી રાખવામાં નથી આવી રહી, કોરોના નું જ્યારથી લોકડાઉન અમલ માં મુકવામાં આવેલ છે ત્યારથી આ કંપની તો રાબેતા મુજબ ચાલુ જ રાખવામાં આવેલ છે, સ્થાનિક પોલીસ માં પણ અનેક મૌખિક રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી આ કંપની વિરુદ્ધ કરવામાં આવેલ નથી,

 

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button