અનગઢ ગ્રામ પંચાયત દ્વારા નંદેસરી GIDC માં કર્મચારીઓ ને કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ હોય તેવો લેટર લખી નંદેસરીના ઉદ્યોગો માં જાણ કરી!!
અનગઢ ગ્રામ પંચાયત દ્વારા નંદેસરી GIDC માં કર્મચારીઓ ને કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ હોય તેવો લેટર લખી નંદેસરીના ઉદ્યોગો માં જાણ કરી!!
અનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ જ્યારથી પ્રથમ કોરોના વાઇરસ નો પોઝિટિવ કેસ ગુજરાત માં નોંધાયો છે ત્યારથીજ પોતાના અનગઢ ગામ ના સલામતી ના પગલાં લેવાના ચાલુ કરી દીધા હતા, કોરોના સામે લડવા અનગઢ માં સરપંચ અને ગ્રામજનો ને સંપૂર્ણ રીતે તૈયાર કરેલ છે, કોરોના નું સંક્રમણ ના ફેલાઇ તે માટે ના તમામ જરૂરી પગલાં અનગઢ ના રાજુભાઇ ગોહિલ દ્વારા લેવામાં આવેલ છે, અનગઢ ગામ ની નજીક માં અનેક ઉદ્યોગો આવેલા છે, કોરોના ના કહેર ની વચ્ચે અર્થતંત્ર જળવાઇ રહે તેવામાં સરકાર ના આદેશ થી અનેક નાના મોટા ઉદ્યોગો ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે, તેવામાં અનગઢ થી થોડે દુર આવેલ ઉંડેરા પાસે જલાનંદ ટાઉનશીપ માં રહેતા રિફાઇનરી (IOCL) ના કર્મચારી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ કર્મચારી રિફાઇનરી કંપની માં બીજા અનેક કર્મચારી ના સંપર્ક માં આવેલ હોવાની માહિતી મળેલ છે, આ જાણી ને અનગઢ ગ્રામપંચાયત દ્વારા નંદેસરી ના ઉદ્યોગો ને એક લેટર લખી જાણ કરવામાં આવી
“જોવો સુ લખ્યું છે આ લેટર માં”
“”ખાસ નંદેસરી ઉધોગોના વહીવટ કરતા અને માલિકો માટે
આથી તમોને આ વોટ્સપના માધ્યમથી નોટીસથી જાણ કરવામાં આવે છે કે, હાલ ચાલતા કોરોના વાયરસના
સક્રમણને અટકાવવા કેટલા સમયથી નંદેસરી ,અનગઢ , કોટણા ,સિંધરોટ ,કોયલી ,બાજવા ઉડેરા ,કરચીયા
,રણોલી,સાકરદા,દશરથ, પદમલા,રાયકા,દોડકા,ફાજલપુર, સેવાસી,અંપાડ,ખાનપુર,અંકોડીયા,શેરખી,ધનોરા, જેવા અનેક ગામોમાં કોરોના વાયરસના સંક્રમણને ગામમાં ગુસવા દીધો નથી જે તમામ ગામના આગેવાનો સરપંચો, અધિકારીઓની મહેનત અને પરિશ્રમ કરી રહયા છે.પોતાના ગામને કોઈ પણ પ્રકારના કોના સક્રમણને અટકાવી રાખ્યો છે.
પરંતુ હાલ ઉડેરાની શહેર નજીકની ગામડાઓ નજીકની સોસાયટીમાં એક કેશ હોય તેવા સમાચાર મળ્યા છે જે ગામોની નજીક છે.ઉપરના ગામોવાળા અને બીજા વડોદરા જીલ્લાના ગામોના સરપંચો અને ગામલોકો ગામમાં કોઈ ચેપ લઇ આવે નહિ જેની સખ્ત કાળજી રાખી રહયા છે.
પરંતુ હાલ આ ગામોના આજુબાજુના ઉધોગોમાં અમુક કંપનીઓમાં કર્મચારીઓને ફરજ ઉપર બોલાવે છે.
અને ત્યાંથી કોઈ કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી શક્યતાઓ છે જે કંપની માલિકોએ કાળજી રાખવાની છે. હાલ આપણે અને સરકારશ્રીના આદેશોનું પાલન કરવાનું છે જે કંપની દવા કે ખેતી પેદાશોનું ઉત્પાદન કે મેડીકલી ઉત્પાદન કરતી હોય તે પણ સંપૂર્ણ સેપ્ટી સાથે તૈયારી રાખી કર્મચારીઓની કાળજી રાખવા સહ””
ઉપરોક્ત અનગઢ ગ્રામ પંચાયત ના નંદેસરી ના ઉદ્યોગો ને આપેલ લેટર જોઈને એક વાત ચોક્કસ થઈ જાય છે કે નંદેસરી ના ઉદ્યોગો દ્વાર કોરોના સામે કર્મચારી ની સલામતી રાખવામાં ક્યાંક ને ક્યાંક ખોટ સર્જાઈ રહી છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/