ધનોરા-રામપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામ ની આજુબાજુ ની કંપની ના સાથ સહકાર થી જરૂરિયાતમંદો ને અનાજ ની કિટ નું વિતરણ કરવામાં આવ્યું
ધનોરા-રામપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામ ની આજુબાજુ ની કંપની ના સાથ સહકાર થી જરૂરિયાતમંદો ને અનાજ ની કિટ નું વિતરણ કરવામાં આવ્યું
કોરોના મહામારીને પગલે લોકડાઉન છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને ભારે હાલાકી પડી રહી હોય તેમણે જીવન જરુરીયાતની વસ્તુ અનાજ પાણીની સુવીધા મળી રહે તે માટે કેટલાક આગેવાનો અને સામાજિક સંસ્થાઓ સામે આવી આવા લોકોની સેવા કરતાં હોય છે ,તેવામાં ધનોરા-રામપુરા ગ્રામ પંચાયત ના સરપંચ પ્રવીણસિંહ ઝાલા દ્વારા ગામ ના જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજ ની કિટ તૈયાર કરવામાં આવેલ હતી, આશરે 1 હજાર થી ઉપર અનાજ ની કીટ તૈયાર કરી ગ્રામપંચાયત ના જરૂરિયાતમંદ પરિવાર સુધી અનાજ ની કીટ પોહચાડવામાં આવી હતી.
ગરીબ અને નીરાધાર લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા ગરીબ લોકો ભૂખ્યા ન રહે તે માટે અનેક આયોજનો કર્યા છે જ્યારે આવા લોકો ને રાશન પણ વિનામૂલ્યે આપતા હોય છે પણ જે લોકો રેશન કાર્ડ ધરાવતા ન હોય તેવા લોકોની વ્હારે અનેક સેવાકીય સંસ્થાઓ સામે આવી છે. ધનોરા-રામપુરા ગ્રામ પંચાયત ના સરપંચ પ્રવીણસિંહ ઝાલા દ્વારા ગામ ની આજુ બાજુ માં આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હેટીચ પ્રાઇવેટ લિમિટેડ, જેકોન પ્રાઇવેટ લિમિટેડ, પ્રશાંત કન્ટ્રક્શન, શ્રી ડાહ્યાભાઈ મકવાણા કોન્ટ્રાકટ ની મદદ થી આશરે 1 હજાર જેટલી અનાજ ની કીટો તૈયાર કરી ને ગામ ના સરપંચ સાથે પંચાયત ના સભ્યો અને સામાજિક આગેવાનો ભેગા મળી ને જરૂયાતમંદ પરિવારો ને કિટો પોહચાડવામાં આવી હતી, આ અનાજ રાશન ની કીટ માં ઘઉનોલોટ.ચોખા.ખાડ. ચા. ગોળ. તેલ.મીઠું. તુવેરદાળ જેવી જીવન જરૂરી વસ્તુઓ મુકવામાં આવી હતી
વધુ માં કોરોનાને કારણે રોજગાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગયો છે. કોઈ વિકલ્પ નથી રહ્યો, અનેક પરિવારો ને બે સમય ભોજન મળવું મુશ્કેલ થયું તેવામાંધનોરા-રામપુરા ગ્રામપંચાયત દ્વારા કોરોના વાઇરસ ની મહામારી ના લોકડાઉન માં જરૂયાતમંદો ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી,!
ધનોરા રામપુરા ગ્રામ પંચાયત ના સરપંચ પ્રવિણસિંહ ઝાલા દ્વારા ગામ માં કોરોના ના ફેલાઈ તેની જાગૃતતા માટે બેનરો પણ લગાવામાં આવેલ છે, ગ્રામપંચાયત ની હદ માં 2-2 વાર ટ્રેક્ટર મારફતે સેનેટાઈઝર સાથે દવા નો છંટકાવ કરવામાં આવ્યો, કોરોના વાઇરસ ની મહામારી માં ગ્રામજનો ની ચિંતા અને સુરક્ષા રાખી ને આવા ઉત્તમ કાર્ય ધનોરા-રામપુરા ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે,
વધુ માં સરપંચ દ્વારા જાણવામાં આવ્યું હતું કે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી ગ્રામજાણો ને કોઈ પણ પ્રકાર ની અસુવિધા ના ઉભી થાય તેનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA