વલ્ડૅ મેમણ ઓર્ગેનાઇઝેશનનું શ્રેષ્ઠ દાનવીર કાર્ય વડોદરા સીટી તથા વડોદરા જિલ્લામાં આશરે ૪૨૫ અનાજ ની કીટનું વિતરણ કરવામાં આવ્યું
વલ્ડૅ મેમણ ઓર્ગેનાઇઝેશનનું શ્રેષ્ઠ દાનવીર કાર્ય વડોદરા સીટી તથા વડોદરા જિલ્લામાં આશરે ૪૨૫ અનાજ ની કીટનું વિતરણ કરવામાં આવ્યું
કોરોનાને વાઇરસ ના કારણે રોજગાર વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. કોઈ વિકલ્પ નથી રહ્યો, અનેક પરિવારો ને બે સમય ભોજન મળવું મુશ્કેલ થયું છે તેવામાં અનેક સંગઠનો સંસ્થાઓ દ્વારા અનાજ ની કીટ અને જરૂરિયાદ મંદ વસ્તુઓ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકો માટે સેવા નું કાર્ય કરવામાં આવી રહ્યું છે તેવામાં સેવાભાવીઓની કામગીરી જરૂરતમંદોએ બિરદાવી હાલમાં સમગ્ર વિશ્વની સાથે આપણો ભારત દેશ પણ કોરોના ની ગંભીર મહામારીની મુશ્કેલીથી બચવા માટે લોકડાઊનને આધીન રહીને સરકારના આદેશનું પાલન કરી રહ્યું છે ત્યારે સહુના વેપાર રોજગાર બંધ હોઈ તેવી પરીસ્થિતિમાં મધ્યમ વર્ગના મેમણ બિરાદરીના લોકો આર્થિક રીતે પરેશાની ભોગવી રહ્યા તેવા સમયે વડોદરા સીટી તથા વડોદરા જિલ્લામાં માનવતા ની મહેક ફેલાવવા ની ભાવના સાથે વલ્ડૅ મેમણ ઓર્ગેનાઇઝેશન તરફ થી મેમણ બિરાદરો ને લોકડાઊન ના પ્રથમ રાઉન્ડમાં ૨૦૦ અનાજ ની કીટ નુ વિતરણ કરેલ ,
ત્યાર બાદ રમજાનના પવિત્ર મહીનામાં બિજા રાઉન્ડમાં ૨૨૫ અનાજ ની કીટ (રોજાની વસ્તુઓ સાથે) વલ્ડૅ મેમણ ઓર્ગેનાઇઝેશન, નોર્થ ઈન્ડિયા ચેપ્ટરચેપ્ટરના પ્રમુખશ્રી હાજી એહસાનભાઈ ગડાવાળા દ્વારા ઉપરોક્ત કુલ ૪૨૫ કીટ (દેશમાં કુલ ૨૫૦૦૦ કીટ)મંજૂર કરીને એક ઊમદા સેવા કરેલ છે. સદર કીટો વડોદરા સીટી ચેરમેન ફિરોઝભાઈ મેમણ દ્વારા જરૂરતમંદ મેમણ બિરાદરીના સભ્યોને વિતરણ કરવામાં આવેલ. અનાજ ની કીટોને સુંદર રીતે પેક કરી લોકલ જમાત ના સહયોગથી જરૂરતમંદ સભ્યોને પહોંચતી કરી મેમણ સમાજમાં સેવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે.
ઉપરોક્ત કાર્યમાં માર્ગદર્શક જનાબ હાજી એહસાનભાઈ ગડાવાળાનું ફરી એકવાર આભાર વ્યક્ત કરતાં ફિરોજ મેમન ને જણાવ્યું હતું કે ઈશ્વર એમને હંમેશા કામિયાબ કરે અને સૌને આ મહામારીને જલદી દુર કરે એવી પ્રાર્થના કરું છું
ફિરોજ મેમન દ્વારા ગમે તેવા મુસીબત ના સમેયે સેવા માટે હાથ લંબાવામાં આવે છે, અગાવ પણ ફિરોજ મેમન દ્વારા શાકભાજી નું વિતરણ કરવામાં આવ્યું હતું,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA