વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા અનાજ ની કીટ નું શેરખી ખાતે વિતરણ કરવામાં આવ્યું!
વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા અનાજ ની કીટ નું શેરખી ખાતે વિતરણ કરવામાં આવ્યું!
કોરોના વાયરસ ની મહામારી થી ગરીબ મધ્યમ વર્ગીય વિધવા મહિલાઓ ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું,દેશમાં કોરોના ને કારણે હાહાકાર મચ્યો છે. દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. સમગ્ર દેશ સાથે ગુજરાત માં 21 દિવસ ના લોકડાઉન પછી લોકડાઉન-2 લાગુ કર્યું હોવાથી, જેને કારણે ગ્રામ્ય વિસ્તાર ના ઘણા લોકો ને ભોજન નથી મળી રહ્યું . રોજ કમાઈ રોજ ખાનાર પરીવાર ને અનાજ નથી મળી રહ્યું ગુજરાત સહિત શહેરો માં અનેક સામાજિક સંસ્થા દ્વારા ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો ને અનાજ ની કિટો પુરી પાડવામાં આવી રહી છે, તેવામાં વડોદરા ના શેરખી શિવ ફાર્મ ખાતે વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા નિરાધાર વિધવા મહિલાઓ અને જરૂરિયાતમંદ પરિવાર ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ. વડોદરા શહેર નાં ગ્રામ્ય વિસ્તાર ના શેરખી ગામ ના શિવફાર્મ ખાતે નરેન્દ્રસિંહ પરમાર અને વડોદરા રાજપૂત યુવા એસોશીએશન ના સહયોગ થી વિધવા મહિલા તેમજ જરૂરિયાતમંદ ને અણાજ ની કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે માસ્ક નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન કરી ને કોરોના સામે સલામતી ના પગલાં લઈ ને આ અનાજ ની કિટો નું વિતરણ કરવામાં આવ્યું હતું, આ અનાજ ની કીટ વિતરણ માં ખાસ વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા,
વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી રિલીફ ફંડ માં 1 લાખ નું દાન પણ કરવામા આવેલ છે, રાજપૂત સમાજ ના અગ્રણી નરેન્દ્રસીંહ પરમાર દ્વારા અગાવ પણ આશરે 750 અનાજ ની કિટો નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/