આરોગ્યગુજરાતદેશ દુનિયા

ગુજરાતમાં કોરોની ભયવહ સ્થિતિ બની ૪૭૨૧ કેસો , અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા ૩ હજારને પાર

ગુજરાતમાં કોરોની ભયવહ સ્થિતિ બની ૪૭૨૧ કેસો , અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા ૩ હજારને પાર

રાજય સરકાર અને તંત્રના અનેકિવધ અથાગ પ્રયાસો અને દાવાઓ વચ્ચે પણ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોના વાયરસની પરિસ્થતિ બેકાબૂ બનતી જાય છે અને રોજ સેંકડો નવા પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, તેમાંય ખાસ કરીને એપ્રિલ મહિનો ગુજરાતને કોરોના મામલે ખૂબ ભારે પડ્‌યો છે. એપ્રિલની પહેલી તારીખે જ્યાં ગુજરાત કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં પ્રથમ દસમાં પણ ન હતું, ત્યાં મહિનાના મધ્યભાગ સુધીમાં તો ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે આવ્યું અને વીસમા દિવસથી જ ગુજરાત બીજા ક્રમે પહોંચી ગયું. ગઇકાલે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે ગુજરાતમાં કુલ ૪૭૨૧થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે જે દેશના કુલ કેસના ૧૩ ટકા છે, જ્યારે ૨૩૬ થી વધુ મરણના કિસ્સા સાથે આખા ભારતમાં કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હોય તે પૈકી ૧૯ ટકા ગુજરાતના છે. રાજયમાં સૌથી વધુ એટલે કે, ૭૦ ટકા કેસો તો હોટસ્પોટ બનેલા અમદાવાદમાં એક જ દિવસમાં ૨૬૭થી વધુ કેસો સાથે કોરોના પોઝિટિવ કેસો ત્રણ હજારને પાર થઇ ગયા છે, જે ખૂબ ચિંતાજનક છે. રાજયના પાટનગર ગાંધીનગરમાં આજે સેકટર ૨૪ અને સેકટર ૧૩ બી કલસ્ટર ઝોન તરીકે જાહેર કરાયા હતા. ગાંધીનગરમાં કોરોનાની પરિસ્થિતિ ફરી ગંભીર રીતે વકરી છે. અહીં છ વિસ્તારો ઓલરેડી કલસ્ટર ઝોન જાહેર કરાયેલા છે. બીજીબાજુ, આજે વડોદરામાં નવા વધુ ૧૨થી વધુ કેસો સામે આવ્યા હતા. આ જ પ્રકારે રાજયના અન્ય શહેરોમાં પણ કોરોના પોઝિટિવના નવા કેસો સામે આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૬ નવા પોઝિટિવ કેસ અને ૨૨ દર્દીના મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક ૨૩૬ થયો છે અને અત્યાર સુધીમાં કુલ ૪,૭૨૧ કેસ નોંધાયા છે. તેમજ ૧૨૩ દર્દી સાજા થતાં અત્યાર સુધીમાં ૭૩૬ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા છે, જ્યારે સતત ત્રીજા દિવસે ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા ૨૯ એપ્રિલે ૩૦૮ અને ૩૦ એપ્રિલે ૩૧૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૯ એપ્રિલે પણ ૩૬૭ દર્દી સામે આવ્યા હતા. આમ રાજ્યમાં કુલ ૪ વાર ૩૦૦થી વધુ કોરોનાના દર્દી નોંધાયા છે. રાજ્યમાં કોરોના અંગે માહિતી આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૩૨૬ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં ૨૬૭, સુરતમાં ૨૬, વડોદરામાં ૧૯, મહીસાગરમાં ૬, પંચમહાલમાં ૩, બોટાદ, ગાંધીનગર, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૧૦ના કોરોનાને કારણે અને ૧૨ના અન્ય બિમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૧૬, વડોદરામાં ૫ અને સુરતમાં ૧ મૃત્યુ મળીને કુલ ૨૨ના મૃત્યુ થયા છે. જ્યારે આજે ૧૨૩ દર્દી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં ૭૩૬ દર્દી રજા લઈને ઘરે પરત ફર્યાં છે. કુલ ૪,૭૨૧ દર્દીમાંથી ૩૬ દર્દી વેન્ટીલેટર પર, ૩૭૧૩ની હાલત સ્થિર છે જ્યારે ૭૩૬ સાજા થયા અને ૨૩૬ના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ૬૮,૭૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૪૭૨૧ના રિપોર્ટ પોઝિટિવ અને ૬૪૦૫૩ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

 

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button