આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

કોરોના વિશ્વભરમાં કેસોની સંખ્યા ૩૩ લાખથી પણ ઉપર , મોતનો આંકડો વધીને ૨૩૪૪૭૧ સુધી પહોંચ્યો , વિશ્વમાં રિકવર થયેલ લોકોની સંખ્યા ૧૦૫૧૬૫૧ થઇ

કોરોના વિશ્વભરમાં કેસોની સંખ્યા ૩૩ લાખથી પણ ઉપર , મોતનો આંકડો વધીને ૨૩૪૪૭૧ સુધી પહોંચ્યો , વિશ્વમાં રિકવર થયેલ લોકોની સંખ્યા ૧૦૫૧૬૫૧ થઇ

દુનિયાના તમામ દેશો કોરોના વાયરસના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે કારણ કે, કોરોનાનો આતંક સમગ્ર વિશ્વમાં યતાવતરીતે જારી રહ્યો છે. કોરોના વાયરસની વેક્સીનની શોધ કરવામાં દુનિયાના તમામ દેશો લાગેલા છે ત્યારે હજુ સુધી કોઇપણ સફળતા હાથ લાગી રહી નથી. કોરોના વાયરસે દુનિયાના ૨૧૦ દેશોને પોતાના સકંજામાં લઇ લીધા છે અને સમગ્ર વિશ્વમાં કેસોનો આંકડો વધી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૩૩૨૩૯૩૫ સુધી પહોંચી ગઈ છે એટલે કે આંકડો ૩૩ લાખથી પણ ઉપર થઇ ગયો છે. વિશ્વમાં કોરોનાગ્રસ્ત દેશોની હાલત ખુબ જ ખરાબ બનેલી છે. કોરોના કારણે અર્થતંત્ર પર પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. દુનિયાભરમાં રિકવર થયેલા લોકોની સંખ્યા ૧૦૫૧૬૫૧ સુધી પહોંચી ગઈ છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૨૦૩૭૮૧૩ પર પહોંચી ચુકી છે. આવી જ રીતે દુનિયામાં મોતનો આંકડો પણ વધીને ૨૩૪૪૭૧ ઉપર પહોંચી રહ્યો છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૦૮૪૧ પર પહોંચી ચુકી છે. વિશ્વમાં કોરોનાની સ્થિતિ કેટલી ખતરનાક છે તેનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે મોતના આંકડાના મામલામાં અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન, બેલ્જીયમ સૌથી આગળ રહ્યા છે. આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડી દીધા છે. ભારતમાં પણ હવે સ્થિતિ ખરાબ થઇ રહી છે. કારણ કે કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્થિતિ સુધરી રહી નથી. જ્યારે જાપાન, ચીન સહિતના દેશોમાં સ્થિતિમાં સુધારો થયો છે. સુપર પાવર અમેરિકા અને સ્પેન તેમજ ઇટાલી જેવા દેશો કોરોનાની સામે જંગ હારતા દેખાઇ રહ્યા છે. અમેરિકા અને સ્પેન સહિતના દેશોમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. ચીનમાં પણ કેટલાક નવા કેસો સપાટી પર આવ્યા છે. ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૦૮૪૧ રહેલી છે. જે ગંભીર સ્થિતિનો સંકેત આપે છે.કોરોના કહેર હજુ જારી રહી શકે છે. દુનિયાના ૨૧૦ કરતા વધારે દેશો કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. તેમના અર્થતંત્ર ભાંગી પડવાના આરે પહોંચી ગયા છે. અમેરિક અર્થતંત્રને પણ નુકસાન થયુ છે. તમામ દેશો પગલા લઇ રહ્યા છે પરંતુ હાલમાં બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે.લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. કોરોનાના કારણે સ્થિતિ ક્યારેય સુધરશે તે અંગે હાલમાં વાત કરવી મુશ્કેલ છે. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી Âસ્થતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતિ વણસી ગઇ છે. હવે સૌથી અસરગ્રસ્ત દેશોમાં ભારત પણ સામેલ છે. કારણ કે કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે.

કોરોના વાયરસનો હાહાકાર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે. કોરોનાના કારણે દુનિયામાં સ્થિતિ નીચે મુજબ છે

વિશ્વના કુલ દેશો પ્રભાવિત —————૨૧૦
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા———૩૩૨૩૯૩૫
વિશ્વના કુલ દેશોમાં મોતની સંખ્યા——–૨૩૪૪૭૧
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા —-૧૦૫૧૬૫૧
ગંભીરરીતે અસરગ્રસ્ત લોકોની સંખ્યા —-૫૦૮૪૧
એક્ટિવ કેસોની સંખ્યા ——————–૨૦૩૭૮૧૩

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button