આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયાવ્યાપાર

લોકડાઉન કારણે દેશમાં એપ્રિલમાં ૨૫ ટકા લોકોએ રોજગાર ગુમાવ્યો , સમગ્ર દેશભરમાં બેરોજગારીથી ગરીબી વધવાનો ડર

લોકડાઉન કારણે દેશમાં એપ્રિલમાં ૨૫ ટકા લોકોએ રોજગાર ગુમાવ્યો , સમગ્ર દેશભરમાં બેરોજગારીથી ગરીબી વધવાનો ડર

લોકડાઉન અને કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતિને લીધે અર્થતંત્રમાં ચાવીરૂપ ગણાતા ઉદ્યોગોમાં મોટાપાયે લોકોએ નોકરીઓ ગુમાવી છે. સંગઠિત અને બિનસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતાં લોકો મોટી સંખ્યામાં બેરોજગાર બનતાં દેશમાં ગરીબોની સંખ્યા વધવાનો પણ ભય ઊભો થયો છે. ઇકોનોમિક થિંક ટેન્ક CMIE ના લેટેસ્ટ માસિક ડેટામાં જણાવાયું છે કે, એપ્રિલ મહિનામાં બેરોજગારી ૨૩.૫ ટકા વધી છે. જે રાજ્યોમાં સૌથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે તેમાં તમિલનાડુ, ઝારખંડ તેમજ બિહારનો સમાવેશ થાય છે. આ ત્રણેય રાજ્યોમાં અનુક્રમે ૪૯.૮ ટકા અને ૪૬.૬ ટકા લોકો કામધંધા વિહોણા બન્યા છે. જ્યારે પંજાબ (૨.૯ ટકા), છત્તીસગઢ (૩.૪ ટકા) અને તેલંગાણા (૬.૨ ટકા)માં પ્રમાણ સૌથી નીચું છે. CMIE ના જાબ સર્વેમાં જણાવ્યું છે કે, ૩ મે સુધીના આંકડા અનુસાર બેરોજગારીનો દર વધીને ૨૭.૧ ટકા પર પહોંચ્યો છે. માર્ચથી એપ્રિલ ૨૦૨૦ વચ્ચે ૧૧.૪ કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી છે. દેશમાં નોકરિયાતોની સંખ્યા ૪૦ કરોડની આસપાસ થાય છે અને છેલ્લા બે મહિનામાં ૧૧૪ મિલિયન લોકોએ નોકરી ગુમાવી છે મતલબ કે દર ચારમાંથી એક વ્યÂક્ત બેરોજગાર બન્યો છે. લોકડાઉનથી રોજગારીને ગંભીર ફટકો પડ્યો છે તેમ જણાવતા CMIE ના સીઈઓ અને એમડી મહેશ વ્યાસે જણાવ્યું હતું કે, એપ્રિલમાં કામકાજ કરનારા લોકોનો દર માત્ર ૩૫.૬ ટકા હતો, જા લોકડાઉન લંબાયું તો સ્થિતિ હજુય બદતર બની શકે છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં બેરોજગારીનો દર ૨૩ ટકા અને ત્યારબાદ ૨૬ ટકા થયો હતો. જાકે, ૨૦ એપ્રિલ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટછાટ મળતા તે ઘટીને ૨૧ ટકા થયો હતો.જે સેક્ટર્સને લોકડાઉનની સૌથી ખરાબ અસર થઈ છે તેમાં સ્મોલ, મીડિયમ અને માઇક્રો એન્ટરપ્રાઈસ, હોટેલ, રેસ્ટોરાં, મલ્ટીપ્લેક્સ, રિટેઈલ, એરલાઈન્સ, મેન્યુફેક્ચરિંગ અને મીડિયાનો સમાવેશ થાય છે. આવક બંધ થઈ જતાં કંપનીઓ અને ધંધાકીય યુનિટો મોટી સંખ્યામાં કામદારોની છટણી કરી રહ્યા છે. દેશના ચીફ સ્ટેટિશિયન (આંકડાશાસ્ત્રી ) પ્રણબ સેનના જણાવ્યા અનુસાર, ખેતીક્ષેત્રને લોકડાઉનની ખાસ અસર ના થઈ હોવાથી ગ્રામ્ય વિસ્તારો પ્રમાણમાં ‌ઓછા પ્રભાવિત થશે, પરંતુ આ સ્થિતિમાં ખેડૂતોની આવક પર અનિશ્ચિતતાની તલવાર તો ચોક્કસ લટકી જ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, શહેરી ગરીબી ચિંતાનો વિષય બની રહ્યો છે. ગરીબી ઘટાડવાના પ્રયાસોને પણ તેનાથી ગંભીર ફટકો પડશે. રેટિંગ એજન્સી ક્રિસલના ચીફ ઈકોનોમિસ્ટ ડી. કે. જાષીના જણાવ્યા અનુસાર, દેશમાં કામદારોનો સૌથી મોટો વર્ગ બિનસંગઠિત ક્ષેત્રો સાથે જાડાયેલો છે. જેની હાલત સૌથી ગંભીર છે. રોજનું કમાઈ ખાનારા અને કોઈ પ્રકારની જાબ ગેરંટીના ધરાવતા લોકોને તેની સૌથી વધુ અસર થઈ છે. ભારતમાં આવા કામદારોનું પ્રમાણ ૨૫ ટકા જેટલું છે. સૌથી પહેલો ફટકો પણ તેમને જ પડે છે. કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં આવા કામદારો સૌથી વધુ પ્રમાણમાં જાવા મળે છે. ગયા મહિને જ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપતા કહ્યું હતું કે, તેના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ૪૦૦ મિલિયન જેટલા કામદારો લોકડાઉનને કારણે ગરીબીમાં સરી પડે તેવો ડર છે.

 

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button