આરોગ્યગુજરાત

ધોળકામાં કેડિલા કંપનીના ૨૧ કર્મી પોઝિટિવ આવતાં સનસનાટી , બેદરકારી સામે આવતાં કેડિલાનો પ્લાન્ટ સીલ ,કેડિલા કંપની પોંહચીને NS NEWS એ ખાસ ઈન્ટર્વ્યુ લીધું જોવો વિડીયો માં

ધોળકામાં કેડિલા કંપનીના ૨૧ કર્મી પોઝિટિવ આવતાં સનસનાટી , બેદરકારી સામે આવતાં કેડિલાનો પ્લાન્ટ સીલ ,

 

 

(કેડિલા કંપની પોંહચીને NS NEWS એ ખાસ ઈન્ટર્વ્યુ લીધું જોવો વિડીયો માં)

કોરોના વાઇરસનો કહેર અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ જિલ્લામાં પણ ખતરનાક રીતે વધી રહ્યો છે. ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડિલા કંપનીના ૨૧ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ગઇકાલે બુધવારે ત્રણ કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમના સંપર્કથી આ તમામ કર્મચારીઓને કોરોના થયો હોવાની શક્યતા સેવાઇ રહી છે. જા કે, આ સમગ્ર પ્રકરણમાં કેડિલાની ગંભીર બેદરકારી સામે આવતાં રાજય સરકારે ગંભીર નોંધ લઈને પ્લાન્ટને સીલ કરી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, બે દિવસ પહેલા કેડિલા કંપનીમાં ફરજ બજાવતાં ૩ કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા ૩૦ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ૨૧ લોકો પોઝિટિવ આવ્યા હતા. ધોળકા તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા ૪૦ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી દસક્રોઈ તાલુકામાં સૌથી વધુ ૪૦ કેસ હતા અને હવે ધોળકામાં પણ ૪૦ કેસ નોંધાઈ ગયા છે. જેને લઇ સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા હવે તંત્ર દ્વારા ધોળકાના ત્રાસદ ગામમાં કેસો આવતા તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને બંધ કરવામાં આવશે. કર્મચારીઓમાં કોરોના પોઝિટિવના કેસ આવવા છતાં કેડિલા કંપની ચાલુ રાખવામાં આવતાં અનેક ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે અને કંપની સામે આકરી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ઉઠી છે. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં કુલ કેસોની સંખ્યા હવે ૯૧ થઈ ગઈ છે, જેને લઇ હવે જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે જિલ્લા આરોગ્ય તંત્ર પણ ચિંતિત બન્યું છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button