સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલની ક્ષમતાને અંતે વધારવામાં આવી , કુલ ૧૭૦૦ બેડની સુવિધાઓ સાથે અમદાવાદ સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલની ક્ષમતાને વધારી દેવામાં આવી
સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલની ક્ષમતાને અંતે વધારવામાં આવી , કુલ ૧૭૦૦ બેડની સુવિધાઓ સાથે અમદાવાદ સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલની ક્ષમતાને વધારી દેવામાં આવી
રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ તેનું એપિસેન્ટર બન્યું છે. સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે, આવામાં દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલ તથા કેન્સર હોસ્પિટલમાં શરુ કોવિડ હોસ્પિટલનો ઉલ્લેખ કરી જણવ્યું હતું કે, અત્યાર સુધી ૩,૧૫૩ દર્દીઓ અહીં નોંધાયા છે જેમાંથી ૧૬૧૯ પોઝિટિવ છે અને ૮૦૦ દર્દી દાખલ છે.તેમણે કોરોના દર્દીઓની સારવારમાં હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં હોસ્પિટલ ખાતે ૬૫,૦૦૦થી વધુ પી.પી.ઈ. કીટનો વપરાશ થયો છે. રોજની ત્રણથી ચાર હજાર પી.પી.ઇ. કીટ વપરાય છે. અંદાજે ૬.૫ લાખ એન-૯૫ માસ્ક અને ૧.૨૫ લાખ હાથમોજા વપરાયા છે. પંકજકુમારે વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલની દર્દીઓ સમાવવાની ક્ષમતા વધારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની જ કેન્સર હોસ્પિટલને કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં રૂપાંતરીત કરવામાં આવી છે. જેની ક્ષમતા ૫૦૦ બેડની છે. આમ સિવિલ હોસ્પિટલની કુલ ક્ષમતા ૧૭૦૦ બેડની થવા પામી છે. જેમાંથી ૩૦૦ જેટલા બેડ ક્રિટીકલ કેર (આઇ.સી.યુ) માટે ઉપયોગમાં લેવાશે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, મેડિસીટી ખાતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસ.ઓ.પી. પ્રમાણે તમામ કાર્યો થઇ રહ્યા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખતા નેગેટીવ પ્રેશર ઉત્પન્ન કરતું એ.એચ.યુ. યુનિટ બનાવવામાં આવ્યું છે. એસ.ઓ.પી. પ્રમાણે અહીં ૩૦૦થી વધુ તબીબો અને ૧૫૦૦થી વધુ પેરામેડિક કર્મચારીઓ દર્દીઓની સારવારમાં કાર્યરત છે. આ સ્ટાફને શહેરની હોટલોમાં તેમજ હોસ્પિટલ પરિસરમાં આવેલી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ છે. અહીં તેમને ભોજન વગેરે સહિત યોગા-પ્રાણાયામ અને સેનિટાઈઝ થયેલા વાહનોમાં આવન –જાવન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.તેમણે ઉમેર્યું હતું કે, દર્દીઓ તથા સ્ટાફને કાઉન્સેલીંગ અપાય છે. ઉપરાંત દર્દીઓના સગાને તેનો લાભ અપાય છે. હાલ અહી ૮૦૦થી વધુ લોકોનુ કાઉંસેલીંગ કરાયુ છે. કોરોનાના શંકાસ્પદ કે પોઝિટિવ દર્દીઓને સારવાર આપી તેઓ ઝડપથી સાજા થાય અને પોતાના ઘરે પરત ફરી તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં પરોવાય તે રાજ્ય સરકારનો ધ્યે છે એમ તેમણે ઉમેર્યું હતું. આરોગ્ય અગ્રસચિવ ડા.જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલના તબીબો, ર્નસિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ અત્યંત નિષ્ઠા અને સંવેદના પૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ગુજરાતમાં દર્દીઓને સાજા કરવા એક મહિનાથી ટેલીમેન્ટરિંગ યોજવામાં આવે છે. રોજ ૧૨ઃ૩૦ થી ૦૧ઃ૩૦ દરમિયાન કરવામાં આવતા ટેલીમેન્ટરિંગના ફળદાયી પરિણામો મળ્યા છે. આ ટેલીમેન્ટરિંગ સેશનમાં દેશના જાણીતા ડોક્ટર નૈલી શેઠી પણ જોડાયા છે. આ પધ્ધતિ દ્વારા ૨૫ ડોકટરોની ટીમ ‘વેંટિલેટરી કેર’ વાળા દર્દીઓની સાથે કેસ ટૂ કેસ ચર્ચા કરે છે અને તેમના ઇનપુટના પગલે સારવાર તથા દવાઓ અપાય છે. સંકલન અને દેખરેખ માટે રિયલ ટાઇમ મોનીટરીંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે એક્સ્ટર્નલ એક્સપર્ટના સહયોગથી ‘ક્વોલિટિ ઓફ કેર’ના નવા પ્રોટોકોલ પ્રમાણે અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)