લોકડાઉનના પરિણામે લોકોના માનસિક આરોગ્ય ઉપર અસર , રાજકોટના ૭ મનોવૈજ્ઞાનિકોનો મુખ્યમંત્રીને પત્ર,
ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ભય અને દહેશતનો માહોલ છવાયેલો છે. ખાસ કરીને લોકડાઉનની પરિસ્થિતિ માં લોકો હવે કંટાળ્યા છે અને તેમના માનસિક આરોગ્ય પર ગંભીર અસરો પડી રહી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે રાજકોટના સાત મનોવૈજ્ઞાનિક અધ્યાપકોએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૮૦થી વધુ પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૬૬૨૫ને પાર પહોંચી છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધતા કહેરને જાતાં કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકડાઉનને ત્રીજી વખત આગળ વધારવામાં આવ્યુ છે. પ્રથમ લોકડાઉન તા.૨૪ માર્ચની રાત્રે આપવામાં આવ્યું હતું ત્યારબાદ બીજુ લોકડાઉન તા.૧૫ એપ્રિલથી ૩ મે સુધી આપવામાં આવ્યું હતું પરતું આ દરમિયાન કોરોનાના કેસોમાં સતત વધારો થતા પીએમ મોદી દ્વારા તા.૧૭ મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. હવે આ મામલે ગુજરાતમાં લોકડાઉનના કારણે લોકો પર તેની અસર પડી રહી છે તે વિશે ગુજરાતના મનોવિજ્ઞાનના ૭ અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રાજકોટના મનોવિજ્ઞાનના ૭ અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. લોકડાઉનમાં ૪૫૦૦૦ કરતા વધુ લોકોનું કાઉન્સેલિંગ કરી અધ્યાપકોએ તારણ કાઢ્યું છે. આ કાઉન્સેલિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકડાઉનના કારણે ગુજરાતના લોકોની ધીરજ ખૂટી પડી છે, અધ્યાપકોએ પત્રમાં મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, લોકડાઉન સિવાય કોઈ વૈકલ્પિક યોજના બનાવવા માંગ કરી છે. ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લોકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ, અન્યથા તેના વિપરીત પરિણામોની દહેશત વ્યકત કરાઇ છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)