આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

ભારત કોરોનાથી ડરવાનું છોડીને ઇકોનોમી રોજગાર પર ધ્યાન આપે , વેપાર શરૂ કરવાનો ઉત્સાહ વધારવા પર ભાર આપવો જાઈએ

ભારત કોરોનાથી ડરવાનું છોડીને ઇકોનોમી રોજગાર પર ધ્યાન આપે , વેપાર શરૂ કરવાનો ઉત્સાહ વધારવા પર ભાર આપવો જાઈએ

કોર્પાેરેટ જગતના દિગ્ગજ ઇચ્છે કે, દેશ હવે સંપૂર્ણ રીતે કામકાજ, અર્થવ્યવસ્થા અને રોજગાર પર ફોક્સ કરે. તેમનું કહેવું છે કે, કોવિડ ૧૯થી વધુ પડતું ડરવાનું બંધ કરવું જાઈએ. તેમનું કહેવું છે કે, પોલિસી બનાવનારાઓએ માની લેવું જાઈએ કે આ ઈન્ફેક્શનની સાથે જીવવું અને કામ કરવું પડશે. એક અગ્રણી અખબારે ઉદ્યોગપતિઓ, કંપનીઓના સીઈઓ અને બેંકરો સાથે વાત કરી હતી. એ બધાની એવી સલાહ હતી કે, ઇકોનોમીમાં ગતિવિધિઓ સાર્થક રીતે શરૂ કરવી જાઈએ. ઓછી આવકવાળા કરીગરોની મદદ કરવી જાઈએ અને વેપાર શરૂ કરવાનો ઉત્સાહ વધારવા પર ભાર આપવો જાઈએ. એચડીએફસીના ચેરમેન અને કોવિડ પછીની નીતિઓ પર સલાહ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી બનાવાયેલી કેલકર કમિટીના મેમ્બર દીપક પારેખે કહ્યું કે, વેક્સીન બની જાય ત્યાં સુધી આ વાયરસે ખતમ નથી થવાનો. તેમણે કહ્યું કે, ડેઈલી વેજર્સને જીવતા રાખવા માટે રૂપિયાની જરૂર છે. યોગ્ય એ રહેશે કે દેશ સામાજિક અંતર જાળવે અને સ્વાસ્થ્ય સંલગ્ન સાવચેતીની સાથે ફરીથી કામકાજ તરફ પાછો ફરે. પારેખ વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ એક્સપર્ટ્‌સે કહ્યું કે ભારતમાં મૃત્યુદર ઘણો ઓછો છે અન્ય દેશોની સરખામણીમાં અને દેશમાં યુવાન વયના લોકો વધુ હોવાથી સ્વાસ્થ્ય સાથે સંબંધિત રિસ્કને સારી રીતે મેનેજ કરી શકાય છે. દેશની ટોપ સોફ્ટવેર કંપનીઓમાં સામેલ ઇન્ફોસિસના ફાઉન્ડર એન. આર. નારાયણમૂર્તિએ કહ્યું કે, એમ્પ્લોયીઝના સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે ઇકોનોમી ખોલી શકાય છે. તેમણે ઈટીને જણાવ્યું કે, એ સુનિશ્ચિત કરવામાં આવે કે એમ્પ્લોયીઝની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અને પૂરી સતર્કતા રાખવામાં આવી રહી છે. અને તમે કામકાજને ફરીથી શરૂ કરી શકો છો. તેમણે પહેલા કહ્યું હતું કે, ભારતીયોને આગામી ૧૨-૧૮ મહિના માટે કોરોના વાયરસની સાથે જીવવું શીખવું પડશે. એક્સિસ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ અમિતાભ ચૌધરીએ કહ્યું કે, ઇકોનોમીના કેટલાક ભાગ જ ખોલવું સમાધાન નથી. કેમ કે વિભિન્ન સેક્ટરો અને એક્ટિવીટીઝની વચ્ચે ઘણું લિંકેજ છે. તેમણે કહ્યું કે જા દેશ ૭ થી ૧૦ સપ્તાહ માટે બંધ છે, તો લોકડાઉન હટવાની શરૂઆત કરવા પર આપણે સમગ્ર દેશને ખોલવા પર વિચાર કરવાની જરૂર છે. આપણે રેડ કે કન્ટેનમેન્ટ ઝોનને બંધ રાખી શકીએ છીએ, પરંતુ આપણે બધી એક્ટિવિટીઝને ખોલવી પડશે. પારલે પ્રોડક્ટ્‌સના એક્ઝિકયુટીવ ડાયરેક્ટર અરૂપ ચૌહાણે કહ્યું કે, કોરોના વાયરસના સંકટ દરમિયાન આપણે અન્ય દેશોના વ‹કગ મોડલની નકલ ન કરવી જાઈએ. જા ઈન્ડસ્ટ્રીઝ ચાલશે, તે કંપનીઓ પોતાના એમ્પ્લયોઝની જાબ, તેમની ભલાઈનું ધ્યાન રાખશે અને તેમને સુરક્ષાના ઉપાયોની જાણકારી આપશે. બાયોકોનના હેડ કિરણ મજૂમદાર શોએ કહ્યું કે, ‘દેશમાં યુંગ વર્કફોર્સ છે, જે જલદી કામ પર પાછો આવી શકે છે. બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજ લોકડાઉનનો વિરોધ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, લોકડાઉન આ સંકટનો લાંબાગાળાનો ઉપાય નથી. તેમણે કહ્યું કે યુવા અને સ્વચ્છ લોકોએ કામ પર પાછા ફરવાની જરૂર છે. મહિન્દ્રા ફાઈનાન્સના મેનેજિંગ ડિરેક્ટર રમેશ અય્યરે કહ્યું કે, બિઝનેસને ફરીથી શરૂ કરવાની જરૂર છે. રમેશ અય્યરે કહ્યું કે, એમ્પ્લોયીઝમાં વિશ્વાસ વધારવા માટે કોમ્યુનિકેશન મહત્વપૂર્ણ હશે. દેશની સૌથી મોટી કાર મેકર કંપની મારૂતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું કે, બિઝનેસ ફરીથી શરૂ કરવો ઘણો મહત્વપૂર્ણ છે. પરંતુ તે સાથે જ એ પણ જાવું પડશે કે, વાયરસ પર નિયંત્રણ કરવામાં બેદરકારી ન થાય.

 

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button