રિવર્સ માઈગ્રેશનથી તાલિમબદ્ધ શ્રમિકોની ભારે અછત સર્જાશે , વેલ્ફેર યોજનાના લીધે વર્કરો વહેલા પરત નહીં ફરે
રિવર્સ માઈગ્રેશનથી તાલિમબદ્ધ શ્રમિકોની ભારે અછત સર્જાશે , વેલ્ફેર યોજનાના લીધે વર્કરો વહેલા પરત નહીં ફરે
સરકારે ઉદ્યોગો માટે લોકડાઉનનાં નિયંત્રણોને હળવા કર્યાં છે તેવા સમયે ઉદ્યોગ સાહસિકો તથા નિકાસકારોને તેમની કામગીરી શરૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેનું કારણ એ છે કે શ્રમિકોએ સમૂહમાં ઘર તરફ દોટ મૂકીને ઉત્પાદકોની સમસ્યા વધારી દીધી છે. એક મહિના કરતાં વધારે સમય સુધી બેરોજગારી અને ભૂખમરાનો સામનો કર્યા બાદ શ્રમિકો ઘરે પહોંચવા આતુર છે. આ ઉપરાંત બિઝનેસિસ પર લોજિસ્ટિક્સ તથા ટ્રાન્સપોર્ટેશનની અને લોકડાઉનને પરિણામે ઉદ્ભવેલી આર્થિક કઠણાઈની સમસ્યાઓ પણ તોળાઈ રહી છે. ઉદ્યોગના અગ્રણીઓ કહે છે કે મોટી અને મહાકાય કંપનીઓ માટે પણ એપ્રિલથી જૂનનો ત્રિમાસિકગાળો ધોવાઈ ગયો છે પરંતુ નાના અને મધ્યમ કક્ષાના બિઝનેસમેન માટે તે વિનાશકારી રહેશે. ઈટીએ વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ સાથે વાત કરી હતી તેના કેટલાંક અંશ અહીં ઉપલબ્ધ છે. ક્રેડાઈના નેશનલ ચેરમેન જક્ષય શાહે જણાવ્યું હતું કે, અમારે જે સાઈટ્સ પર ચોમાસાના આગમન પૂર્વે ત્વરિત ધ્યાન આપવાની જરૂરિયાત છે, ઓછામાં ઓછું તેવી સાઈટ્સ માટે વર્ક્સને પ્રોત્સાહિત કરીને કામ પાર પાડવું પડશે. આશા છે કે ટૂંક સમયમાં કાચા માલસામાનની સપ્લાય સામાન્ય થઈ જશે. દેશની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની બિસ્લેરીના ચીફ એક્ઝિકયુટીવ જ્યોર્જ એજલોએ જણાવ્યું હતું કે, “ઔદ્યોગિક કેન્દ્રોમાં રિવર્સ માઈગ્રેશનથી તાલીમબદ્ધ શ્રમિકોની અછત સર્જાશે અને લોજિસ્ટિક્સ પર તથા સ્થાનિક ડિસ્ટ્રિબ્યુશન પર દબાણ લાવશે. તેના પરિણામે શ્રમિક ખર્ચમાં વધારો થશે અને તેને કારણે મધ્યમ ગાળામાં ઓપરેટિંગ સક્ષમતા પર અસર કરશે.” હેન્ડસેટ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતું ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિયેશન અપેક્ષા રાખે છે કે મેના અંત સુધીમાં ૩૦ ટકા સ્થિતિ સામાન્ય થશે. ઉદ્યોગ સંગઠનના ચેરમેન પંકજ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, શ્રમિકોને પ્રોત્સાહિત કરીને તેમને ઘેર તરફ જતાં રોકી શકાય. ફેડરેશન ઓફ ઇન્ડિયન માઈક્રો એન્ડ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસિસના સેક્રેટરી જનરલ અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે, વેલ્ફેર યોજનાઓના કારણે કામદારો વહેલા પરત નહીં ફરે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી બધા નાણાં ન મળે ત્યાં સુધી તેઓ મોટા શહેરમાં પરત ફરવા નહીં ઇચ્છે. ઓલ ઇન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડન્ટ સુબોધ જિન્દાલે જણાવ્યું હતું કે લેબરની અછત અને નીચા વ્યાજદર પર કાર્યકારી મૂડી મેળવવામાં મુશ્કેલીના પરિણામે જામ, સોસિસ, જ્યુસિસની શોર્ટ સપ્લાય ઊભી થઈ શકે છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)