શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટો ફટકો પડયો છે,
અમદાવાદઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટો ફટકો પડયો છે,
હાઇકોર્ટે 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરવાનો ચૂકાદો આપ્યો છે, ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપમાંથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યાં હતા અને પછી મંત્રી બન્યાં હતા. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરી હતી. ચૂંટણીની મતગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ પછી હવે હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.
2017 ધોળકા વિધાનસભામાં ભુપેન્દ્રસિંહ ચૂડાસમા 327 મતોથી ચૂંટણી જીત્યા હતા. બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી ન હતી, બેલેટ પેપરના 429 મતો કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડની તરફેણમાં હતા, જેની ગણતરી થઇ ન હતી. નિયમ મુજબ ઇવીએમના મતોની ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી જરૂરી છે, અહી નિયમોનો ભંગ કરાયો હતો. આ સમગ્ર ષડયંત્ર ધવલ જાની નામના અધિકારીએ કર્યું હતુ, જેમની સામે કાર્યવાહી કરાઇ હતી, હવે હાઇકોર્ટના ચૂકાદાથી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્ય પદ પણ જશે. તેમને મંત્રીપદ પણ છોડવું પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.કોંગ્રેસે હાઇકોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA