આરોગ્યગુજરાતદેશ દુનિયાવ્યાપાર

અમદાવાદ : ૧૫મી મે બાદ જીવનજરૂરી વસ્તુઓ મળશે , ચોક્કસ સમયમર્યાદા અને શરતો-માર્ગદર્શિકાને આધીન જીવનજરૂરી ચીજવસ્તુઓ વેચવા અમ્યુકો તંત્રની મંજૂરી

અમદાવાદ : ૧૫મી મે બાદ જીવનજરૂરી વસ્તુઓ મળશે , ચોક્કસ સમયમર્યાદા અને શરતો-માર્ગદર્શિકાને આધીન જીવનજરૂરી ચીજવસ્તુઓ વેચવા અમ્યુકો તંત્રની મંજૂરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તા.૧૫મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો સવારે ૮ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી ખોલી શકાશે. અમદાવાદમાં આગામી ૧૫ તારીખથી ફળ, શાકભાજી, કરિયાણું, ઘરઘંટી શરૂ કરાશે. જા કે, ચોક્કસ નિયમોને આધિન સવારે ૮થી ૩ વાગ્યા સુધી ચાલુ રહેશે. તો, શાકભાજી, ફળના વેપારીઓએ ચોક્કસ જગ્યા પરથી વેચાણ કરવું પડશે. વેચાણ માટે ફેરીયાઓએ હેલ્થ કાર્ડ સાથે રાખવું ફરજીયાત રહેશે. ઉપરાંત, નાણાની લેતી દેતી માટે અલગ ટ્રે કે વૈકલ્પિક વ્યવસ્થા રાખવાની રહેશે. સાથે સાથે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટીકનું આવરણ ફરજીયાત રાખવાનું રહેશે. તો, હોમ ડિલિવરી એકમો સવારે ૧૦થી સાંજના ૫ સુધી કામ કરી શકશે. દુકાન અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટીકનું આવરણ રાખવાનું રહેશે. ધંધા-રોજગારના વેપારીઓ કે ફેરિયાઓએ અમ્યુકો દ્વારા જારી કરાયેલું હેલ્થ કાર્ડ પણ સાથે રાખવું ફરજીયાત રહશે. તેમજ તેઓને નાણાની લેતી દેતી માટે અલગ અલગ ટ્રે રાખવાની રહેશે. આ સાથે દુકાનદારો માટે એવો નિયમ ઘડાયો છે કે દુકાન અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટીકનું આવરણ રાખવાનું રહેશે. તેમજ હોમ ડિલિવરી કરતા એકમોએ સવારે ૧૦થી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય ફિક્સ કરવામા આવ્યો છે. અમ્યુકો દ્વારા ઉપરોકત તમામ નિર્દેશો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવા સ્પષ્ટ તાકીદ કરી છે. જા, આ નિયમોનું ઉલ્લંઘન થશે તો, તેવા કસૂરવાર વેપારીઓ કે ફેરિયાઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે. આમ, હવે અમદાવાદ શહેરમાં નગરજનોને ફળ, શાકભાજી, કરિયાણું, આટો સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ હાથવગી બનશે તેને લઇને અમદાવાદીઓમાં ભારે રાહતની લાગણી ફેલાઇ છે. જા કે, અમ્યુકો તંત્રએ નાગરિકોને પણ મોંઢા પર માસ્ક અને ગ્લ્વોવ્ઝ સહિતની કોરોના સામે રક્ષણ આપતી માર્ગદર્શિકાઓનું પાલન કરવા પણ તાકીદ કરી છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button