૨૦ લાખ કરોડમાં કેટલા ઝીરો હોય તે મુદ્દે ભારે ચર્ચા છેડાઈ , નાણામંત્રી નિર્મલા સીતારામનથી પણ ભુલ થઇ ગઈ હતી જેને ત્યારબાદ તેમણે ટ્વિટર પર ટ્વિટ કરી સુધાર્યું હતું
૨૦ લાખ કરોડમાં કેટલા ઝીરો હોય તે મુદ્દે ભારે ચર્ચા છેડાઈ , નાણામંત્રી નિર્મલા સીતારામનથી પણ ભુલ થઇ ગઈ હતી જેને ત્યારબાદ તેમણે ટ્વિટર પર ટ્વિટ કરી સુધાર્યું હતું
પીએમ મોદીએ રાષ્ટ્રજાગ સંબંધોન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને દેશને આર્થિક મંદીથી ઉગારવા માટે ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમની આ જાહેરાત પર બોલિવુડ એક્ટર અનુપમ ખેર ટ્વિટ કરતાં ૨૦ લાખ કરોડને ઝીરોમાં લખીને દર્શાવ્યું હતું અને પછી લોકોને પણ સવાલ કર્યાે હતો કે શું મારું ગણિત તો બરાબર છે ને ? આ ટ્વિટ પર યૂઝર્સ વચ્ચે ચર્ચાનો ટોપિક બન્યો હતો. અનુપમ ખેરે ટ્વિટ કરતાં લખ્યું કે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે છે તો માત્ર દેશ જ નહીં સમગ્ર વિશ્વ સાંભળે છે અને પ્રેરણા લે છે. ૧૩૦ કરોડ ભારતીય આત્મનિર્ભરતાની ચાવી લઈને ચાલશો તો સફળતા આપણા પગમાં હશે. આમ તો ૨૦,૦૦,૦૦ કરોડ આવા દેખાય છે. ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦! ગણિત યોગ્ય છે ને ? કદાચ ! થોડી જ મિનિટોમાં તેમનું ટ્વિટ આ ટ્વિટ વાયરલ થઈ ગયું હતું અને ચર્ચા છેડાઈ ગઈ હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણથી પણ ભૂલ થઈ ગઈ હતી. જે પછી તેમણે અન્ય ટ્વિટ કરીને સુધાર્યું હતું. હકીકતમાં નિર્મલા સીતારમણે લખ્યું કે આત્મનિર્ભર ભારત અભિયાન માટે એક વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. જેમાં ડોમેસ્ટિક ઉત્પાદનો લગભગ ૧૦% (આશરે ૨૦ લાખ રૂપિયા) છે. તેમની ભૂલ એ થઈ છે કે તેમણે ૨૦ લાખ કરોડને માત્ર ૨૦ લાખ લખ્યું હતું. જા કે, અન્ય ટ્વિટ કરીને તેમણે આ ભૂલ સુધારી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આર્થિક પેકેજ આપણા કુટીર ઉદ્યોગ, ગૃહઉદ્યોગ, આપણા નાના અને વચ્ચેના ઉદ્યોગ આપણા એમએસએમઈ માટે છે. જે કરોડો લોકોની આજીવિકાનું સાધન છે. જે આત્મનિર્ભર ભારત આપણા સંકલ્પનો મજબૂત આધાર છે. આ આર્થિક પેકેજ દેશના એવા શ્રમિક માટે છે, દેશના એ ખેડૂત માટે છે. જે દરેક સ્થિતિ , દરેક વાતાવરણમાં દેશવાસીઓ માટે રાત-દિવસ પરિશ્રમ કરે છે. આ આર્થિક પેકેજ આપણા દેશના મધ્યમવર્ગ માટે છે, જે ઇમાનદારીથી ટેક્સ આપે છે. દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. આ આર્થિક પેકેજ ભારતીય ઉદ્યોગ જગત માટે છે જે ભારતના આર્થિક સામર્થ્યને બુલંદીએ પહોંચાડવા માટે સંકલ્પ ઘડ્યો છે. કાલથી શરૂ કરીને આવાતા દિવસોમાં નાણાંમંત્રી દ્વારા તમને આત્મનિર્ભર ભારત અભિયાન પ્રેરિત આ આર્થિક પેકેજની વિસ્તારથી જાણકારી આપવામાં આવશે. બોલીવુડના જાણિતા અભિનેતા અનુપમ ખેરે આ ટ્વિટ કરીને દેશભરમાં ભારે ચર્ચા જગાવી દીધી છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)