કોયલી સિમ વિસ્તાર માં ઢીંગાવાળા ના મહિલા નો હત્યા કરેલ હાલત માં મૃતદેહ મળી આવેલ,
કોયલી સિમ વિસ્તાર માં ઢીંગાવાળા ના મહિલા નો હત્યા કરેલ હાલત માં મૃતદેહ મળી આવેલ,
વડોદરા ના અનગઢ ના વખતપુરા ઢીંગાવાળા વિસ્તાર માં રહેતા ચંચળ બેન ચંદુભાઈ ગોહિલ આજે વહેલી સવારે ઢોર ચરાવવા કોયલી સિમ માં કોતર વિસ્તાર માં ગયેલ, ઢોર ચરી ને એકલા પાછા જતા ચંચળ બેન ની દીકરી શકું, ચંચળ બેન ને શોધવા આશરે 11:30 વાગ્યા આસપાસ કોયલી ના સિમ કોતર માં નીકળેલ, કોતર વિસ્તાર માં ચંચળ બેન ને તડફળિયા ખાતા હતા, દીકરી એ તરત જ બુમો પાડીને પરિવાર જનો ને ભેગા કર્ય હતા, ત્યા સુધી તો ચંચળ બેન મૃત થઈ ગયેલ, પરિવાર જનો ના કહેવા પ્રમાણે ચંચડબેન ની ઉમર આશરે 55 વર્ષ ની છે, મૃતક ચંચળ બેન લોહી લુહાન હાલત માં જોતા પરિવારજનો દ્વારા ગ્રામજનો ને બોલાવેલ, ગ્રામજનો એ ભેગા થઈને પોલીસ ને જાણ કરતા, પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા, મૃતક ચંચળ બેન ને આખો અને ગળા ના ભાગે તિક્ષ્ણ હથિયાર થી ઘા કરેલ હોય તેવું દેખાઈ આવેલ, ઘટના સ્થળે નંદેસરી પોલીસ અને જવાહરનગર પોલીસ પોહચી હતી, આ વિસ્તાર જવાહરનગર પોલીસ મથકે આવતા જવાહરનગર પોલીસે આ મહિલાની ડેથ બોડી કબજે કરી પોસ્ટમોર્ટન અર્થે મોકલી અજાણ્યા હત્યારા સામે હત્યા નો ગુનો નોંધી, આરોપીઓ ની શોધખોળ હાથ ધરી, ગણતરી ના કલાકો માં જવાહરનગર પોલીસે એક પરપ્રાંતીય ઇસમ ને શંકા ના આધારે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/